રાજકોટ
News of Wednesday, 11th December 2019

ગોતમનગરમાં ટેલિફોન ખાતાના કર્મચારી ચંદુભાઇ લાંગાનું મોત

કિડનીમાં કેન્સર હોઇ બેભાન થઇ ગયા બાદ દમ તોડ્યો

રાજકોટ તા. ૧૧: ગાંધીગ્રામ ગોતમનગર મારૂતિ હોલ પાછળ લાખના બંગલાવાળા રોડ પર રહેતાં ચંદુભાઇ દેવીદાનભાઇ લાંગા (ઉ.૫૫) નામના ગઢવી પ્રોઢ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને હમીરભાઇએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ચંદુભાઇ લોહાનગર ટેલિફોન એક્ષચેન્જમાં કલાર્ક તરીકે ફરજ બજાવતાં હતાં. તેઓ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. લાંબા સમયથી તેમને કિડનીમાં કેન્સર હતું. અગાઉ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ત્યાંથી ઘરે લઇ જવાયા હતાં. જ્યાં ગત રાતે બેભાન થયા બાદ સિવિલમાં દમ તોડ્યો હતો.

જલારામ સોસાયટીના વૃધ્ધનું બેભાન હાલતમાં મોત

યુનિવર્સિટી રોડ પર જલારામ સોસાયટી-૨માં રહેતાં ભવાનીસોનાર બલવીરસોનાર (ઉ.વ.૬૫) સાંજે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

કલ્યાણ સોસાયટીના ભરતભાઇનું ટીબીથી મોત

અન્ય બનાવમાં ગોડાઉન રોડ કલ્યાણ સોસાયટીમાં રહેતાં ભરતભાઇ હીરાભાઇ ઝરીયા (ઉ.૩૫) ટીબીની બિમારીને કારણે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. મૃતક બે બહેન અને ત્રણ ભાઇમાં ત્રીજા હતાં અને મજૂરી કરતાં હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(3:34 pm IST)