રાજકોટ
News of Wednesday, 11th December 2019

ઢેબર રોડના સરકારી પ્લોટમાં ઓડીટોરીયમ બનાવોઃ ગોવિંદ પટેલનો મુખ્યમંત્રીને પત્ર

રાજકોટ તા.૧૧: ઢેબર રોડ પર ટી.પી સ્કીમના સરકારી પ્લોટમાં ઓડીટોરીયમ બનાવવાની માંગ કરતો એક પત્ર ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને પાઠવેલ છે.

હેમુગઢવી હોલ પછી સાંસ્કૃતિક કાર્યક્રમોને વેગ મળ્યો છે અને અનેક કાર્યક્રમો આવા ઓડીટોરીયમમાં થવા લાગ્યા છે અને જેનાથી આવતી પેઢીને તેની ટેલેન્ટ બતાવવાનો મોકો મળી રહ્યા છે હાલ રાજકોટમાં હેમુગઢવી હોલ,અરવિંદભાઈ મણીયાર હોલ, અટલ બિહારી બાજપાઈ ઓડીટોરીયમ , પ્રમુખસ્વામી સ્વામી ઓડીટોરીયમ રાજય સરકારની સહાયથી બને છે અને તેનો બહુ સારો ઉપયોગ સ્કુલ,કોલેજ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં થઇ રહેલ છે.

વિધાનસભા ૭૦-૭૧ ને બંન્નેને લાભ મળે તેવું એક ઓડીટોરીયમ ઢેબર રોડ સાઉથ ઉપર ટી.પી સ્કીમમાં આવેલ ૧૦,૦૦૦./- દસ હજાર મીટરથી વધુ જગ્યા  સરકારની માલિકીની આવેલ છે જે જગ્યા ઉપર ઓડીટોરીયમ હોલ તેમજ શોપિંગ કોમ્પલેક્ષ બને તો તે જ રકમથી ઓડીટોરીયમ ઉભું થઇ શકશે અને સરકારને મ્યુ.ર્કો્પાેને વધારાની રકમ પણ રોકવી પડશે નહિ અને એક નજરાણું રાજકોટની જનતાને મળી રહેશે.

(3:32 pm IST)