રાજકોટ
News of Wednesday, 11th December 2019

ટ્રાફિક સિગ્નલો જાતે વાહનોની સંખ્યા મુજબ ચાલુ-બંધ થશે

શહેરમાં ૩૦ ભારે ટ્રાફિક વાળા વિસ્તારોમાં લગાવાશે ૧૧ લાખની એડપ્ટીવ ટ્રાફિક સિગ્નલ સીસ્ટમઃ ર૬મી સુધીમાં કાર્યરત કરવા કમિશનર અગ્રવાલનો આદેશ

રાજકોટ તા. ૧૧ :..  સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લી.ઙ્ગ(RSCDL)ઙ્ગના સેવોતમ પ્રોજેકટ હેઠળ રાજકોટ શહેરમાં અલગ-અલગ મુખ્ય સર્કલો પર કુલ ૧૯ નવા ટ્રાફિક સિગ્નલ તથા હયાત જુના ટ્રાફિક સિગ્નલ દુર કરી તેની જગ્યાએ ૧૧ નવા એમ કુલ ૩૦ નંગ એડપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમઙ્ગ(ATCS)ઙ્ગસ્થાપિત કરવામાં આવશે જેનું અંદાજીત કુલ રૂ. ૧૧,૭૪,૦૦,૦૦૦/- ના ખર્ચ થનાર છે, તેમ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલએ જણાવ્યું હતું.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, ભારત દેશના અમુક રાજયના મુખ્ય શહેરોએ અપનાવેલ નવી ટેકનોલોજી મુજબનાઙ્ગATCS ટ્રાફિક સિગ્નલ કે જે અત્યારની સૌથી લેટેસ્ટ આધુનિક ટેકનોલોજી હોય, જેનું સંપુર્ણ કંટ્રોલ એન્ડ મોનીટરીંગ આઇસીસીસી ખાતે નવા બનનાર ડેટા સેન્ટરમાંથી થશે.

આ ટેકનોલોજી અંતર્ગત ટ્રાફિક સિગ્નલ પર વાહનોને ડિટેકટ કરીને ટ્રાફિક સિગ્નલના સમયને વધારી અને ઘટાડી શકે છે આમ આ ટેકનોલોજીથી ટ્રાફિક જંકશન પર થતા સમયના વ્યયને ઘટાડી શકાય છે.

જેમ કે શહેરના કોઈ પણ સર્કલ કે ચોક પર આ સિસ્ટમ લગાવવાથી જે તરફના રસ્તા પર વધુ ટ્રાફિક છે તે તરફના રસ્તા પરના વાહનોને પસાર થવા માટે વધુ સમય મળશે અને જે તરફના રસ્તા પર ઓછો ટ્રાફિક છે તે તરફના રસ્તાને ટ્રાફિક પ્રમાણે પસાર થવા માટે સમય મળશે. જેનાથી સમયનો પણ બચાવ થશે અને વાહનોને પસાર થવા માટે પુરતો સમય પણ મળી રહેશે.

આ સ્થળે નવા સિગ્નલો

રાજકોટ શહેરમાં માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોક, જીલ્લા પંચાયત ચોક, મક્કમ ચોક, નાણાવટી ચોક, ઇન્દીરા ચોક, લવલી ગેસ્ટ હાઉસ પાસે, ભૂતખાન ચોક, લીમડા ચોક, એસ.બી.એસ. ચોક-જવાહર રોડ, કોર્પોરેશન ચોક, બીગ બજાર સર્કલ, આજીડેમ ચોક, રૈયા ચોક, કોસ્મો ચોક-નવા રીંગ રોડ, કે.કે.વી. ચોક, પુનીત નગર ચોક, મવડી ચોક, રૈયા ટેલીફોન ચોક, જડુશ ચોક, રાજનગર ચોક, નાનામવા ચોક, રામદેવપીર ચોક, હનુમાન મઢી ચોક, ત્રિકોણ બાગ ચોક, ઢેબર ચોક, કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ ચોક, નાગરિક બેંક ચોક, જામટાવર ચોક વિગેરે સ્થળો મળીને કુલ ૨૯ સ્થળો પર ટ્રાફિક સિગ્નલ લોકેશન લગાવવામાં આવેલ છે, અને હાલ ૩૦ મુ સિગ્નલ લગાવવા માટે સ્થળ નક્કી થશે.

(3:21 pm IST)