રાજકોટ
News of Wednesday, 11th December 2019

પાસપોર્ટના કામ માટે રાજકોટ આવતી વખતે અકસ્માત : કુવાડવાના બે પટેલ મિત્રોને કાળ ભેટ્યો

કુવાડવા ગામના કિશોરભાઇનું મૃત્યુ થયા બાદ મિત્ર ગણેશભાઇ ઢોલરીયાએ રાજકોટમાં દમ તોડી દીધો

અકસ્માતમાં મૃત્યુ પામનાર બે મિત્રોનો ફાઇલ ફોટો. (તસ્વીર : રમેશ સોઢા કુવાડવા)

રાજકોટ, તા. ૧૧ : કુવાડવા રોડ માલીયાસણ ગામ પાસે 'હિટ એન્ડ રન'ની ઘટનામાંં પુરઝડપે આવેલા અજાણ્યા કારના ચાલકે એકટીવાને હડફેટે લઇ ભાગી જતા કુવાડવાાના બે પટેલ મિત્રોના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. બંને મિત્રો કુવાડાવ પોલીસ મથકે પાસપોર્ટના કામ સબબ આવી રહ્યા હતા ને કાળ ભેટી ગયો હતો.

મળતી વિગત મુજબ કુવાડવા ગામમાં રહેતા અને ગામ પાસે ચાની હોટલ ધરાવતા કિશોરભાઇ પાંચાભાઇ સોજીત્રા (ઉ.વ.પ૦) તેના જ ગામમાં રહેતા મિત્ર ગણેશભાઇ હરજીભાઇઢોલરીયા (ઉ.વ.પ૦) સાથે ગઇકાલે એકટીવા પર કુવાડવા ગામથી કુવાડવા પોલીસ મથકે પાસપોર્ટના કામ માટે આવતા હતા ત્યારે માલીયાસણ ગામ પાસેસ પહોંચતા પુરઝડપે ધસી આવેલા અજાણ્યા વાહન ચાલકે બંને મિત્રોને એકટીવા સહિત ઉલાળતા બંને ફંગોળાઇ ગયા હતા. બનાવ બનતા વાહન ચાલક વાહન લઇ ભાગી ગયો હતો. બાદ બંનેને સારવાર મટો ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં કિશોરભાઇ પાચાભાઇ સોજીત્રાનું મૃત્યુ નિપજયું હોવાનું તપાસનીશ તબીબોએ જાહેર કર્યુ હતું. ત્યારબાદ મિત્ર ગણેશભાઇ ઢોલરીયાનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ આર.એલ. ખટાણા તથા રાઇટર નિલેષભાઇએ અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મૃતક કિશોરભાઇ ત્રણભાઇ અને ત્રણ બહેનમાં નાના હતા તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જયારે ગણેશભાઇ બે ભાઇઓમાં મોટા હતા. તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે તે ખેતી કરતા હતા.

(1:16 pm IST)