રાજકોટ
News of Wednesday, 11th December 2019

તિલક પ્લોટમાં નવોઢા સગર્ભા સોનલ નૈયાને પતિ સાગરે ઢીકા-પાટુ માર્યા

ચામડીયા ખાટકીવાસમાં માવતર ધરાવતી યુવતિએ છ મહિના પહેલા જ લવમેરેજ કર્યા છેઃ લગ્ન થયા ત્યારથી પતિ ત્રાસ આપતો હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૧: મોચી બજાર કોર્ટ પાછળ તિલક પ્લોટમાં રહેતી સોનલ સાગર નૈયા (ઉ.૧૯) નામની નવોઢા સગર્ભાને પતિ સાગર નૈયાએ ઢીકા-પાટુનો માર મારતાં પેટમાં દુઃખાવો શરૂ થઇ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

સોનલના કોૈટુંબીક ભાઇ જીજ્ઞેશભાઇના કહેવા મુજબ સોનલે છ માસ પહેલા જ સાગર સાથે લવમેરેજ કર્યા છે. માવતર મોચીબજાર ચામડીયાપરામાં રહે છે. તેણીના પિતા રાજુભાઇ ગોરી આરએમસીમાં સફાઇ કામદાર છે. સોનલના લગ્ન થયા ત્યારથી જ પતિ નશો કરી ઝઘડા કરી મારકુટ કરતો હોવાનો આક્ષેપ ભાઇ જીજ્ઞેશભાઇએ કર્યો છે. સોનલ હાલમાં સગર્ભા છે. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(1:14 pm IST)