રાજકોટ
News of Wednesday, 11th December 2019

સાળાના દિકરાના લગ્નમાં જવું ન હોઇ પત્નિ સાથે ઝઘડો કર્યા બાદ દિપકભાઇએ ઝેર પીધું

હરિ ધવા માર્ગ રંગીલા પાર્કનો બનાવઃ કડીયા આધેડ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૧: હરિ ધવા માર્ગ પર રંગીલા પાર્ક-૧માં રહેતાં દિપકભાઇ વેલજીભાઇ ગોહેલ (ઉ.૪૫) નામના કડીયા આધેડે સાંજે ઝેરી દવા પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી. દિપકભાઇ મંડપ સર્વિસનું કામ કરે છે. તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પુત્ર દર્શનભાઇના કહેવા મુજબ મારા માતા વર્ષાબેનના કાકાના દિકરાના લગ્ન હતાં. તેમાં મારા પિતાને જવું ન હોઇ તે બાબતે માતા સાથે ચડભડ થઇ હતી. એ પછી પિતાએ ઘરમાં ફ્રિઝ સહિતની ચીજવસ્તુઓમાં તોડફોડ કરી હતી અને બાદમાં ગુસ્સો આવતાં ઝેરી દવા પી લીધી હતી.

(1:13 pm IST)