રાજકોટ
News of Wednesday, 11th December 2019

સપ્તસૂર ગ્રુપ દ્વારા ગુજરાતી - હિન્દી ફિલ્મી ગીતોની સ્પર્ધા : ૨૨મીએ ઓડીશન

કલાકારોમાં રહેલી કલા બહાર લાવવાની તક : કરાઓકે ટ્રેક ઉપર સ્પર્ધા : સંગીતપ્રેમીઓએ ફોર્મ ભરી દેવા

રાજકોટ : શહેરમાં વર્ષોથી સંગીત ક્ષેત્રે બહોળી નામના ધરાવનાર સપ્તસૂર ગ્રુપના આયોજક રાજકોટના નામાંકિત નોટરી એડવોકેટ દંપતિ શ્રી આસીતભાઈ સોનપાલ તથા શ્રીમતી મીનલબેન સોનપાલ દ્વારા ફરી વાર એક ભવ્ય આયોજન સૌરાષ્ટ્ર - કચ્છની સંગીતપ્રેમી જનતા માટે કરવામાં આવ્યુ છે.

સંગીત ક્ષેત્રે બહોળુ જ્ઞાન ધરાવતા આસીતભાઈ સોનપાલ અને મીનલબેન સૌરાષ્ટ્ર - કચ્છના નવા ઉભરતા કલાકારો માટે તથા પોતાની અંદર છુપાયેલ કલાને બહાર નીખારવાના હેતુસર સુપર સીંગર્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ છે.

૧૮ વર્ષથી ઉપરના તમામ ભાઈઓ તથા બહેનો ભાગ લઈ શકે છે. પ્રથમ ઓડીશન રાઉન્ડમાં દરેક સ્પર્ધકે પોતાનું ગીત રજૂ કરવાનું રહેશે. ગુજરાતી તથા હિન્દી ગીતો સ્પર્ધક લઈ શકશે. આ સ્પર્ધા કરાઓકે ટ્રક પર રાખેલ છે. ઓડીશન રાઉન્ડમાં જે સ્પર્ધક સિલેકટ થશે તેમને ગ્રાન્ડ ફિનાલેમાં પર્ફોર્મન્સ આપવાનું રહેશે. નિષ્ણાંતોની નિર્ણાયક ટીમ નિર્ણય જાહેર કરશે.

તા.૨૨ ડિસેમ્બરના આ સ્પર્ધાનું ઓડીશન રાઉન્ડ રાખવામાં આવેલ છે. ગ્રાન્ડ ફિનાલે તા.૨૯ ડિસેમ્બરના હેમુગઢવી હોલ ખાતે રાખવામાં આવેલ છે.

આ સ્પર્ધાના ફોર્મ ભરવા માટે તા.૪ થી ૧૦૨ - આદિત્ય  સેન્ટર, ફુલછાબ ચોક ખાતેથી સાંજે ૬ થી ૭:૩૦ દરમિયાન મેળવી લેવા યાદીમાં જણાવેલ છે. વધુ માહિતી માટે મો.૯૯૭૯૦ ૩૫૮૬૮ ઉપર સંપર્ક કરવો.

(1:16 pm IST)