રાજકોટ
News of Wednesday, 11th December 2019

મહાનગરપાલિકા - નગરપાલિકાના વિકાસ કાર્યો માટે બીજા હપ્તાની ૭૬૮.૮૭ કરોડની ગ્રાન્ટ ચુકવાઇઃ ધનસુખ ભંડેરી

સેનીટેશન સ્વચ્છતા પાણી પૂરવઠો, આરોગ્યલક્ષી પ્રવૃતિઓને વેગ મળશે

રાજકોટ તા.૧૧ : ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની યાદીમાં જણાવાયુ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તથા અન્ય રાજ્યોમાં ભાજપા સરકાર દ્વારા સર્વાગી વિકાસ હાથ ધરવામાં આવી  રહ્યો છે. દેશના મહાનગરો મેગાસીટી અને સ્માર્ટસીટી બની રહ્યા છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના  માર્ગદર્શન હેઠળ ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજ્યની ૮ મહાનગરપાલીકા અને ૧૬૨ નગરપાલીકાઓમાં સેનીસ્ટેશન/ સ્વચ્છતા, પાણી , પુરવઠો, આરોગ્યલક્ષી સફાઇ પ્રવૃતિ , વરસાદી પાણીના નિકાલ વ્યવસ્થા , રોડની જાળવણી, ફુટપાથ, સ્ટ્રીટ લાઇટ, સ્મશાનગૃહ/કબ્રસ્તાન , કોમ્યુનિટી એસેટની જાળવણી વગેરે જેવા કામો  માટે ૧૪માં નાણાપંચ યોજના અંતર્ગત બીજા હપ્તા પેટે વર્ષ ૨૦૧૯-૨૦ માટે રૂ. ૭૬૮.૮૭ કોરડની ગ્રાંટની ચુકવણી કરવામાં આવી છે.

જેમાં ૮ મહાનગરપાલીકાઓ જેમા અમદાવાદ  મહાનગરપાલીકાને રૂ. ૮૮.૮૯ કોરડ , સઇુરત મહાનગરપાલીકાને રૂ. ૭૦.૫૮ કરોડ, વડોદરા મહાનગરપાલીકાને રૂ. ૨૬.૯૦ કરોડ, રાજકોટ મહાનગરપાલીકાને ૨૧.૭૦ કરોડ, ભાવનગર મહાનગરપાલીકાને રૂ.૧૧.૦૯ કોરડ, જામનગર મહાનગરપાલીકાને રૂ. ૧૦.૯૦ કરોડ, જુનાગઢ મહાનગરપાલીકાને રૂ.૫.૫૬ કરોડ, ગાંધીનગરપાલીકાને રૂ.૫.૭૭ કરોડ સહિત કુલ રૂ. ૨૪૧.૩૯ કરોડની ફાળવણી તેમજ  ૧૬૨ નગરપાલીકાઓને રૂ. ૫૨૭.૪૮ કરોડની ફાળવણી  કરવામાં આવી હતી.

આ ગ્રાન્ટનો ઉપયોગ મહાનગરપાલીકા તેમજ નગરપાલીકા સેનીટેશન /સ્વચ્છતા , પાણી પુરવઠો, આરોગ્યલક્ષી સફાઇ પ્રવૃતિઓ જેમકે સેપ્ટિક મેનેજમેન્ટ, સેવેઝ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ , વરસાદી પાણીની નિકાલ વ્યવસ્થા , રોડની જાળવણી , ફુટપાઠ , સ્ટ્રીટલાઇટ , સ્મશાન ગૃહ, કબ્રસ્તાન, કોમ્યુનીટી એસેટની જાળવણી જેવા પ્રાથમિક , માળખાકિય તેમજ આંતરમાળખાકિય કામો માટે કરી શકાશે.

ગુજરાત ફાઇનાન્સ બોર્ડના માધ્યમથી મહાનગરપાલીકા અને નગરપાલીકાઓના વિકાસ માટે માતબર રકમમાં ગ્રાન્ટ ફાળવી રાજ્ય સરકારે સ્વર્ણીમ સિધ્ધીઓ  હાંસલ કરવાનો પ્રયાસ કરેલ છે. ત્યારે મહાનગરપાલીકાઓ અને નગરપાલીકાઓના વિકાસકામો ઝડપથી પુર્ણ થાય તેની જવાબદારી જનપ્રતિનિધિ તરીકે આપણી સૌની બને છે. ત્યારે ગુજરાતની નગરપાલીકાઓને સમૃધ્ધ બનાવી ગુજરાતની વિકાસ યાત્રા આગળ ધપાવવાની સરકારની નેમ હોવાનુ અંતમાં ધનસુખ ભંડેરી (મો. ૯૯૦૯૦૩૧૩૧૧) જણાવેલ છે.

(11:45 am IST)