રાજકોટ
News of Friday, 11th November 2022

જવાહર રોડપર હોટલના રૂમમાં ક્રિકેટમેચ પર સટ્ટો રમતો સમીર નોબી પકડાયો

ડીસીપી ઝોન-૨ની એલસીબીનો દરોડોઃ રીક્ષાચાલક હોટલમાં મિત્રને મળવા ગયો'તો

રાજકોટ,તા.૧૧: જવાહર મેઇન રોડ  પર આવેલી હોટેલમાં રોકાયેલા મિત્રને મળવા ગયેલો રીક્ષા ચાલક ક્રિકેટનો સટ્ટો રમતો હતો.ત્‍યા ડીસીપી ઝોન-૨ની એલસીબીની ટીમે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ જવાહર રોડ પર આવેલી ગેલેકસી હોટલના રૂમમાં એક શખ્‍સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની ડીસીપી ઝોન-૨ની એલસીબીના હેડ કોન્‍સ વિરેન્‍દ્રસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, કોન્‍સ ધર્મરાજસિંહ અને અમીનભાઇ ભલુરને બાતમી મળતા ગેલેકસી હોટલના રૂમને ૧૧૯માં દરોડો પાડી મોબાઇલ ફોનમાં આઇડી બનાવી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા સમીર મીનાઝભાઇ નોબી(ઉ.વ.૩૭) (રહે. મોચીનગર-૬, શેરી નં-૬ બજરંગવાડી)ને  પકડી લઇ રૂા. ૧૦ હજારની કિંમતનો મોબાઇલ ફોન કબ્‍જે કર્યો હતો. પોલીસની પૂછપરછમાં સમીર રીક્ષા ચલાવે છે. જવાહર રોડ પર આવેલી ગેલેકસી  હોટલમાં તેનો મિત્ર રોકાયો હોઇ તેને મળવા માટે ગયો હોવાનું રટણ કરી રહ્યો છે. આ કામગીરી પી.એસ.આઇ, આર.એચ.ઝાલા, હેડ કોન્‍સ વિરેન્‍દ્રસિંહ, મૌલીકભાઇ સાવલીયા, હરપાલસિંહ, રાહુલભાઇ, જેન્‍તીગીરી, અમીનભાઇ જયપાલસિંહ, ધર્મરાજસિંહ અને મનીષભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(4:45 pm IST)