રાજકોટ
News of Friday, 11th November 2022

દક્ષિણની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ઝૂકાવતા હિતેશ વોરા ગામ પાસે ૮ કરોડ માંગે છેઃ ડમી તરીકે સંજય લાખાણી

પોતાના હાથ ઉપર ર.૪૪ લાખ અને પત્‍નીના હાથ ઉપર ૪.૧૭ લાખની રોકડઃ પ લાખના ઝવેરાતઃ શાપરમાં કોમર્શીયલ પ્‍લોટઃ શહેરમાં બે મકાનો ધરાવે છે : હિતેશભાઇ અને સુમીત્રાબેન ૯.૬૭ કરોડનું લેણું ધરાવે છેઃ ૧૧.૭૭ કરોડની લોનઃ શાપરમાં લાખોની જમીન ધરાવે છેઃ ઉત્‍પાર્જીત -વડીલો પાર્જીત મિલ્‍કતની કિંમત ૧પ કરોડ

રજકોટ તા.૧૧ : રાજયમાં ચૂંટણીના પડધમ વાગી ચૂકયા છે. શહેરની ચારેય બેઠકો ઉપર ૧ડીસેમ્‍બરના રોજ મતદાન થનાર છે. આજ ે કોંગ્રેસના રાજકોટ દક્ષીણ (૭૦) ના ઉમેદવાર હિતેષ વોરાએ વાજતે ગાજતે ફોર્મ ભર્યું હતું. અને જીતનો વિશ્વાસ વ્‍યકત કર્યો હતો.

હિતેશ વોરાએ પોતાની એફીડેવીટમાં જણાવ્‍યા મુજબ તેમની ઉપર કોઇ ફોજદારી કેસ નથી તેમના પરિવારમાં પત્‍ની સુમિત્રાબેન અને પુત્ર યશ છ.ે હિતેશભાઇએ ૪,૯૭,૬૮૦, સુમીત્રાબેને ૪,૭૩,૪પ૦ અને યશ પ,૪૦,૯૧૦ રૂપિયાનુ ર૦ર૧-રર નું આવકવેરા રીર્ટન ભર્યુ છે. તેમની ઉપર રૂા. ૧૧.૭૭ કરોડની જવાબદારી (લોન) છે.

હિતેશભાઇના હાથ ઉપર ર.૪૪ લાખ તથા પત્‍ની સુમીત્રાબેનના હાથ ઉપર ૪.૧૭ લાખની રોકડ છે. હીતેષભાઇ પાસે ૧.રપ લાખની થાપણો ઉપરાંત ૧.પ૯ કરોડના મ્‍યુચ્‍યલ ફંડ અને શેરબજારમાં રોકાણ છે. જયારે ૮.ર૭ કરોડની લેણી રકમ છે પત્‍ની સુમીત્રાબેન પણ ૧.૪૦ કરોડનુ લેણું ધરાવે છે.હિતેશભાઇના નામે ૪.૯૧ લાખના વાહનો નોંધાયેલા છે સાથે જ રૂા.પ લાખના ઝવેરાત ધરાવે છે.

જયારે રૂા.પ૦ લાખ જેટલી હકદાવા-વ્‍યાજના મુલ્‍યની મિલકત છ.ે શાપરમાં હિતેશભાઇ પાસે ર એકર-૧ર ગુંઠા ખેતીની જમીન છે. જેની બજાર કિંમત પ૦ લાખ જેટલી છે. ઉપરાંત કોમર્શીયલ મિલ્‍કતોમાં શાપર ખાતે ૪પ૦૦ સ્‍કે.ફુટના પ્‍લોટ તથા શેડ છ.ે જેની બજાર કિંમત રૂા.૧.પ૦ કરોડ છે. ઉપરાંત શહેરના નાનામવા રોડ અને બેકબોન ચોક ખાતે રહેણાંક મકાનો ધરાવે છ.ે જેની કીંમત રૂા.૮૦ લાખ જેટલી છે. પત્‍ની તથા પુત્રીના નામે ખેતીની જમીન કે રેસીડન્‍સ મિલ્‍કતો નથી વારસાગત અને ઉર્પાજીત મિલ્‍કતોની કિંમત ૧પ કરોડ જેટલી હિતેશભાઇ વોરાના ડમી તરીકે સંજય લાખાણીએ ફોર્મ ભર્યું હતું.

(3:28 pm IST)