ભાજપના ૪ ઉમેદવારોએ ધરખમ નેતાઓ સાથે ધડાકાભેર ફોર્મ ભર્યા
રાજકોટ : આજે ૧ર-૩૯ ના શુભ મુર્હુતે રાજકોટની ૬૮-૬૯-૭૦-૭૧ ની બેઠક ઉપર ભાજપના ચારેય ઉમેદવારોએ ધુમધડાકાભેર ભાજપના રાષ્ટ્રીય-ગુજરાત તથા રાજકોટના ધરખમ નેતાઓ સાથે ફોર્મ ભર્યા હતા, તસ્વીરમાં પ્રથમ તસ્વીરમાં ૬૯ રાજકોટમાં ડો. દર્શિતાબેન શાહ સીટી પ્રાંત-ર શ્રી સંદીપ વર્માને ફોર્મ રજૂ કરતા, બાજુમાં ભુતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, સાંસદ રામભાઇ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશ મીરાણી નજરે પડે છે. બીજી તસ્વીરમાં સીટી પ્રાંત-૩ શ્રી ટાંક સમક્ષ ફોર્મ રજૂ કરતા ૭૧ રાજકોટના ઉમેદવાર શ્રી ભાનુબેન બાબરીયા, બાજૂમાં મેયર ડો. પ્રદિપ ડવ, ધનસુખભાઇ ભંડેરી વિગેરે જણાય છે. નીચે ત્રીજી તસ્વીરમાં સીટી પ્રાંત-૧ સમક્ષ ૭૦ રાજકોટ ઉપરથી શાપર-વેરાવળ એસો.ના ચેરમેન શ્રી રમેશભાઇ ટીલાળાએ ફોર્મ રજૂ કર્યુ હતું. તેમની બાજુમાં ભાજપના શ્રી જીતુ કોઠારી નજરે પડે છે. આ સમયે કેન્દ્રિય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા પણ ઉપસ્થિત હતા. છેલ્લી તસ્વીરમાં ૬૮-રાજકોટ-પૂર્વની બેઠકમાં ડે. કલેકટર શ્રી સૂરજ સુથાર સમક્ષ ફોર્મ ભરતા ઉદય કાનગડ, બાજુમાં ભરતભાઇ બોઘરા, મંત્રીશ્રી અરવિંદ રૈયાણી, કિશોરભાઇ રાઠોડ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)