રાજકોટ
News of Friday, 11th November 2022

શાપર - વેરાવળ પોલીસે ગૂમ થયેલ ૩ વર્ષના બાળકને ગણત્રીના કલાકોમાં શોધી કાઢયો

તસ્‍વીરમાં ગૂમ થયેલ બાળક અને તેની માતા સાથે પોલીસ કાફલો નજરે પડે છે.

રાજકોટ તા. ૧૧ : શાપર-વેરાવળ પોલીસે ગૂમ થયેલ ત્રણ વર્ષના બાળકને ગણત્રીના કલાકોમાં શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્‍યું હતું.

મળતી વિગતો મુજબ અંજલીબેન ઉગ્રસેન માજ્‍હી રહે. હાલ શાપર મેઇન રોડ વાળાએ શાપર-વેરાવળ પોલીસ સ્‍ટેશન ખાતે આવી હકીકત જણાવેલ કે તેઓ ઘરકામ કરતા હતા તે દરમિયાન તેનો દિકરો નીરજ (ઉ.વ.૩)વાળો તેમના ઘર બહારથી ગુમ થયેલ છે. જેથી ઉપરોકત બાબતની હકીકત નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા તથા સર્કલ પો.ઇન્‍સ. એન.જી.ગોસાઇને જાણ કરતા તેઓના માર્ગદર્શન હેઠળ શાપર પો.સ્‍ટે.ના પો.સબ. ઇન્‍સ. એસ.જે.રાણાની રાહબરી હેઠળ પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મચારીની પાંચ ટીમ બનાવી શાપર મેઇન રોડ પર આવેલ મામદેવના મંદિરની આસપાસના વિસ્‍તારમાં તપાસ કરતા ઉપરોકત ગુમ થયેલ બાળક ગ્‍લોબલ કારખાનાની બાજુમાં આવેલ કારખાનાની ઓરડીમાંથી મળી આવતા તેના માતા-પિતાને સોંપેલ છે.

આ કાર્યવાહીમાં શાપર (વેરાવળ) પો.સ્‍ટે.ના પો.સબ.ઇન્‍સ. એસ.જે.રાણા, એ.એસ.આઇ. સુખદેવસિંહ ઝાલા, પો.હેડ કોન્‍સ. નરેશભાઇ રોજાસરા, પો.હેડ કોન્‍સ. વી.સી.જાડેજા, પો.હેડ કોન્‍સ. બ્રિજરાજસિંહ, પો.કોન્‍સ. અમરભાઇ ગોલતર, પો.કોન્‍સ. દિગ્‍વીજયભાઇ મકવાણા, પો.કોન્‍સ. પ્રવિણભાઇ મેસવાણીયા, પો.કોન્‍સ. અરવિંદભાઇ બારૈયા તથા પો.કોન્‍સ. દુષ્‍યંતસિંહ રાણા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

(11:59 am IST)