રાજકોટ
News of Thursday, 11th November 2021

ખાણી-પીણીનાં સ્થળોએ મ.ન.પા.નું ચેકીંગ ૩૪ કિલો વાસી-અખાદ્ય પદાર્થોનો નાશ

બટેટા-ઢોસાનો મસાલ-મંચુરિયન-પાણીપુરીનું પાણી-ચટણી-દાળ સહિતની વાસી ચીજોનો નાશ કરતી ફુડ શાખા : સંત કબીર રોડ, મવડી રોડ સહિતના રસ્તાઓમાં ૨૯ સ્થળે ચેકીંગ કરાયું

રાજકોટ,તા.૧૧ : મ.ન.પા. દ્વારા જાહેર આરોગ્ય હિતાર્થે મવડી રોડ, બાપા સિતારામ ચોક, સંત કબીર રોડ વિગેરે સ્થ્ળે રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૯ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન વાસી બટેટા ૧૦ કિ.ગ્રા., વાસી ઢોસાનો મસાલો ૫ કિ.ગ્રા., વાસી મંચુરીયન ગ્રેવી તથા રાઇસ ૧૦ કિ.ગ્રા., વાસી પાણીપુરીનું પાણી, ચટણી, ૯ લી. મળી કુલ  ૩૪ કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ.

જેમાં ક્રિષ્ના પાણીપુરી મવડી રોડમાંથી વાસી બટેટા ૪ કિગ્રા, બોલાજી ઢોસા મવડી રોડમાંથી વાસી ઢોસાનો મસાલો ૫ કિગ્રા, શ્રી ખોડીયાર ફેમીલી રેસ્ટોરન્ટ મવડી માંથી વાસી મંચુરીયન ગ્રેવી, રાઇસ ૫ કિગ્રા, મહાકાળી પાણીપુરી મવડી રોડ, બાપા સિતારામ ચોકમાં વાસી પાણીપુરીનું પાણી ૫ લી, જલારામ ઘુઘરા મવડી રોડ બાપા સિતારામ ચોકમાં વાસી બાફેલા બટેટા ૪ કિગ્રા, સત્યમ શિવમ સુન્દરમ ત્રિવેણી ગેટ, સંતકબીર રોડમાંથી વાસી બાફેલા બટેટા ૨ કિગ્રા, બ્રિજેશ પાણીપુરી સંતકબીર રોડમાંથી વાસી ચટણી ૧ કિગ્રા, અનુમીત ચાયનીઝ સંતકબીર રોડમાંથી વાસી મંચુરીયન, સોસ ૫ કિગ્રા, મીરા દાળ પકવાન સંતકબીર રોડમાંથી વાસી દાલ ૩ કિગ્રા વગેરેનો સમાવેશ થાય છે.

(3:47 pm IST)