રાજકોટ
News of Thursday, 11th November 2021

મોબાઇલ ફોનમાં આઇડી પર ક્રિકેટનો સટ્ટો રમતાં કેતન વોરા પકડાયો

ડીસીબી પીએસસાઇ વી. જે. જાડેજાની ટીમનો હરિહર સોસાયટીમાં આવેલી પાર્થ ઇલેકટ્રીક નામની દૂકાનમાં દરોડો

 રાજકોટ તા. ૧૧: ટી-ટવેન્ટી વર્લ્ડકપની ગઇકાલે રમાવેલી ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમી ફાઇનલ મેચમાં મોબાઇલ ફોનમાં આઇડી પર ક્રિકેટનો સટ્ટો રમી રહેલા શખ્સને ક્રાઇમ બ્રાંચે પકડી લીધો હતો.

ડીસીબીના રાજદિપસિંહ ગોહિલ તથા સ્નેહભાઇ ભાદરકાની બાતમી પરથી કાલાવાડ રોડ હરિહર સોસાયટીમાં પાર્થ ઇલેકટ્રીક નામની દૂકાનમાં દરોડો પાડી કેતન ધીરૂભાઇ વોરા-પટેલ (ઉવ.૩૪ ધંધો-ઇલેકટ્રીક રીપેરીંગ કામ, રહે. મહાદેવ વાળી શેરી, લક્ષ્મીનગર મેઇન રોડ રાજકોટ)ને સટ્ટો રમતાં પકડી લઇ રોકડા રૂ. ૯૦૦૦ તથા દસ હજારનો મોબાઇલ ફોન કબ્જે કરાયો હતો. એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાની સૂચના અને પીઆઇ ક્રાઇમ વી.કે.ગઢવીની રાહબરીમાં પોલીસ સબ ઇન્સ્પેકટર વી.જે.જાડેજા, એ.એસ.આઇ. રાજદિપસિંહ ડી. ગોહિલ, જયેશભાઇ પી. નિમાવત, ચેતનસિંહ વી. ચુડાસમા, હિતેન્દ્રસિંહ પી. ઝાલા, હેડકોન્સ, ભરતસિંહ પરમાર, કોન્સ. મહેશભાઇ ચાવડા, જયદિપસિંહ બોરાણા, સ્નેહભાઇ ભાદરકા, તથા કુલદિપસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. 

(2:59 pm IST)