રાજકોટ
News of Wednesday, 11th November 2020

હાથીખાનામાં રી-કાર્પેટ

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૭ના જાગૃત કોર્પોરેટર કશ્યપ શુકલ, અજય પરમાર, મીનાબેન પારેખ તથા હીરલબેન મહેતાના સહીયારા પ્રયાસોથી વોર્ડમાં અનેકવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવેલ છે. ત્યારે હાથીખાના વિસ્તારમાં ડામર રી-કાર્પેટ કામનો પ્રારંભ ધારાસભ્ય ગોવિંદભાઇ  પટેલના હસ્તે કરવામાં આવ્યું હતુ. આ તકે શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, વોર્ડ પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડ પ્રમુખ રમેશભાઇ દોમડીયા, વોર્ડ મહામંત્રી અનિલભાઇ લીંબડ, કોર્પોરેટર કશ્યપ શુકલ, અજય પરમાર, મીનાબેન પારેખ, પુનીતાબેન પારેખ, રમેશભાઇ પંડ્યા, કિરીટ ગોહેલ, રાજુભાઇ મુંધવા, પુર્વ કોર્પોરેટર રણજીતભાઇ ડોડીયા, રમેશભાઇ સિંધવ તેમજ જયેશ પરમાર સુખલાલ બારૈયા, નાથાલાલ ગોહેલ, મીનાબેન બથવાર, જયોત્સનાબેન, જુમાનાબેન વાડીવાલા, ભાવનાબેન સોલંકી, રેખાબેન મુછડીયા, શ્યામસુંદર ચંદીરામાણી, કાળુભાઇ ઓડ, મયુરભાઇ હેરમા, સંદીપ ડોડીયા, સુરેશ સિંધવ, શાહનવાઝ હુસેન, મહેબુબ અજમેરી, વિજય ચાવડા, દીનેશ સોલંકી, મુસ્તાક પ્રેસવાલા, હીતેશ રાઠોડ, નીરવ મહેતા, પપુ ચૌહાણ, અજય ભટ્ટીની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યો હતો. આ તકે તેઓએ જણાવેલ કે ભાજપ શાસિત રાજકોટ મહાનગરપાલિકાના શાસકો શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ મળે તે માટે સતત સક્રિય રહ્યા છે અને શહેરના રોડ -રસ્તાઓ પેવર તથા જરૂરીયાત જણાય ત્યાં રી-કાર્પેટથી મઢાઇ રહ્યા છે.

(3:47 pm IST)