રાજકોટ
News of Wednesday, 11th November 2020

કોંગી પ્રમુખના ભત્રીજા પરના હુમલામાં વધુ ત્રણની ધરપકડ

ભકિતનગર પોલીસે ધવલ, દિનેશ અને જયદિપને પકડી હથીયારો પણ કબ્જે કર્યા

રાજકોટ તા. ૧૧: શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરના ભત્રીજા પર હુમલાના બનાવમાં પોલીસે વધુ ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

ભકિતનગર પોલીસે આ બનાવમાં કોઠારીયા કોલોની બ્લોક નં. ૨૪૨માં શ્રી યશોદાનંદન ખાતે રહેતાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરના ભત્રીજા ટ્રાન્સપોર્ટ સંચાલક જયદિપ દિલીપભાઇ ડાંગર (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી ગુનો નોંધી ગુંદાવાડીના જસમત ઉર્ફ જસો ઝાપડા અને તેના ત્રણ પુત્રો સામે ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

તપાસ દરમિયાન વધુ ત્રણ શખ્સો ધવલ મનિષભાઇ મુંધવા (ઉ.૧૯-રહે. વર્ધમાનનગર-૬), દિનેશ રૂપાભાઇ સિંધવ (ઉ.વ.૩૬-રહે. ગુંદાવાડી-૧૩) અને જયદિપ દિનેશભાઇ કાપડીયા (ઉ.વ.૨૦-રહે. ગુંદાવાડી-૧૪)ના નામ ખુલતાં આ ત્રણેયની  પણ ધરપકડ કરવામાં આવી છે, તેમજ હથીયારો કબ્જે કરાયા છે. રાયોટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. જયદિપ ડાંગરને તું કેમ ઉંચા અવાજે વાત કરે છે? કહી જસમત ઝાપડા સહિતનાએ તા. ૫ના રોજ હુમલો કરી ઇજા કરી હતી. 

પીઅઆઇ જે. ડી. ઝાલા, પીએઅસાઇ જે. બી. પટેલ, નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા સહિતે વધુ તપાસ હાથ ધરી છે.

(12:45 pm IST)