રાજકોટ
News of Monday, 11th October 2021

આજીડેમ પૂલ નીચે બેભાન થયા બાદ વૃદ્ધનું મોત

રાજકોટ, તા. ૧૧ :. આજીડેમ પૂલ નીચે ફૂટપાથ પર રહેતા અરજણભાઈ પાંચાભાઈ પંચારા (ઉ.વ.૮૦) ગઈકાલે એકાએક બેભાન થઈ જતા કોઈએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી ૧૦૮ના તબીબે તપાસ કરતા વૃદ્ધનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. મહેન્દ્રભાઈએ કાર્યવાહી કરી હતી.

(11:33 am IST)