News of Monday, 11th October 2021
અમરગઢ ભીંચરીની પાડી અને ભેસની ચોરીના ગુનામાં બે વર્ષથી ફરાર આકાશ પકડાયો
ક્રાઇમ બ્રાંચે આજી ડેમ પાસેથી દબોચ્યો
રાજકોટ : આજી ડેમ પાસે યુવરાજનગર મફતીયાપરા ઝુપડપટ્ટીમાંથી ક્રાઇમ બ્રાંચના કોન્સ. પુષ્પરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ તથા અશોકભાઇને મળેલી બાતમીના આધારે પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીઍસઆઇ ઍમ.વી. રબારી સહિતે આકાશ ઉર્ફે રાહુલ જેસીંગભાઇ ઉર્ફે રાજુભાઇ ચૌહાણ (ઉ.ર૦) (રહે. યુવરાજનગર મફતીયાપરા ઝુપડામાં) ને પકડી લીધો હતો. આકાશ ઉર્ફે રાહુલ અમરગઢ ભીંચરી ગામમાં પાડી અને ભેસની થયેલી ચોરીના ગુનામાં બે વર્ષથી ફરાર હતો.
(11:01 am IST)