રાજકોટ
News of Friday, 11th October 2019

બેસ્ટ ઓફ બેસ્ટ પ્રિન્સ-પ્રિન્સેસ રાસોત્સવે રંગ રાખ્યો

હકડેઠઠ મેદની જામી : ખેલૈયાઓ પુરા જોમભેર રમ્યા : વિજેતાઓ જાહેર : સીનીયરમાં નિશાંત ચોવટીયા અને દર્શિતા જરીયા તેમજ ચિલ્ડ્રનમાં દિપેન તન્ના, ભવ્ય ગોંડલીયા અને દીપ્તી વાઘેલા ફસ્ટ રહ્યા : સતત ૧૪મા વર્ષે સફળ આયોજન : અકિલા ફેસબુક લાઇવ અને ડેન આરસીસી કેબલ નેટવર્ક પર લાઇવ પ્રસારણ

તસ્વીરમાં બેસ્ટ ઓફ બેસ્ટ રાસોત્સવના પ્રારંભે મહાઆરતીમાં ઉપસ્થિત મહેમાનો તેમજ રાસોત્સવમાં ઝુમતા ખેલૈયાઓ નજરે પડે છે. જયારે નીચેની તસ્વીરોમાં વિજેતા ખેલૈયાઓને મહેમાનોના હસ્તે ઇનામો એનાયત થતા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૦ : નવ નવ દિવસ નવરાત્રીમાં રમનારા ખેલૈયાઓમાંથી પણ સૌથી શ્રેષ્ઠ કોણ તે તારવવા દર વર્ષ મુજબ આ વર્ષે પણ 'બેસ્ટ ઓફ બેસ્ટ પ્રિન્સ-પ્રિન્સેસ રાસોત્સવ' નું જાજરમાન અને બેનમુન આયોજન નાનામવા સર્કલ પાસેના  જય સરદાર ગ્રાઉન્ડમાં કરવામાં આવતા ખેલૈયાઓએ રંગ રાખી દીધો હતો.

૧૩ ના લાભ અનુભવ ૧૪ માં વર્ષે કામે લગાવવા આયોજકો ભારે સજજતા દાખવી હતી. મા અંબાની આરાધના સાથે લોકપ્રિય ગુજરાતી ભકિત સંગીત અને લોકગીતોની રમઝટ જોવા મળી હતી. ખેલૈયા હોય કે દર્શક હોય, બાળક હોય કે વૃધ્ધ હોય, દરેકની અહીં પુરતી દરકાર રાખવામાં આવી હતી.

નવ દિવસના નિચોડરૂપે બેસ્ટ ઓફ બેસ્ટ વિજેતા જાહેર કરાતા ફાઇનલ રાઉન્ડના અંતે સીનીયર વિભાગમાં નિશાંત ચોવટીયા (બાઇક), પ્રદીપ રાઠોડ (વોશીંગ મશીન), ્રદિપ કુંવરીયા (ટી.વી.), પ્રથમ પટેલ વિજેતા બન્યા હતા.

જયારે ચિલ્ડ્રન વિભાગમાં દીપેન તન્ના  (ઘડીયાળ), ભવ્ય ગોંડલીયા (હોમ થીએટર) વિજેતા બનેલ.

ગર્લ્સમાં દર્શિતા જરીયા (બાઇક), દર્શીા જરીયા (બાઇક), રીંકલ પટેલ (ટી.વી.), ડોલીબા ચુડાસમા (હોમ થીએટર), હેમાલી પટેલ, પુજા મકાણી તેમજ ચિલ્ડ્રન ગર્લ્સમાં દીપ્તી વાઘેલા (વેલડ્રેસ), મહેક સરવૈયા (વેલ પ્લેયડ) જાહેર થયા હતા.

જયારે ફેસ્ટી હોલી ડે એન્ડ આરાધ્યા કલબ તરફથી ટુરની ગીફટ અપાયેલ તેમા બીના વડગામા (ગોવા), રાધિકા ગોંડલીયા (ગોવા), મીરા મહેતા (ગોવા) સીલેકટ થયા હતા

મહેમાન તરીકે ડો. અમિત હપાણી, ડો. બબીતા હપાણી, જયેશભાઇ સોરઠીયા, અશ્વીનભાઇ મેઘાણી, વિજયભાઇ દેશાણી, બાલાભાઇ પટેલ, જગદીશભાઇ અકબરી, ભુપતભાઇ બસીયા, પિન્ટુભાઇ ખાટડી, જે. વી. શાહ શ્રી લાઠીયા, મિલન લાઠીયા, જયેશભાઇ ભાલોડી, ભાવેશભાઇ ઝાલાવડીયા, હિતેષભાઇ મેઘાણી, નિરજભાઇ ભગદેવ વગેરે ઉપસ્થિત રહેતા તેમાના હસ્તે ઇનામો એનાયત કરાયા હતા.

આ રાસોત્સવના મુખ્ય આયોજકો અશોક બગથરીયા (અકિલા પ્રેસ ફોટોગ્રાફર), ધર્મેન્દ્રસિંહ ઝાલા (પિન્ટુભાઇ) (સરપંચ-ખાટડી ગામ), આશિષ વાગડીયા (મધુવન કલબ-ભાજપ કોર્પોરેટર વોર્ડ નં. ૧), ભુપતભાઇ બસીયા (ભાજપ આગેવાન વોર્ડ-૨), મિલનભાઇ કોઠારી (ચેરમેનશ્રી સાંસ્કૃતિક સેલ ભાજપ), જગદીશભાઇ પટેલ (શિવશકિત ડેરી ફાર્મ મવડી રોડ), ધાર્મિક આર. સોરઠીયા (એન્જિનીયર-ક્રિષ્ના પ્રોડકટ મવડી), જયેશભાઇ સોરઠીયા (શૈલેષ ગ્રુપ મવડી), સુરૂભા જાડેજા (રાવકી) (જય ઓટો એડવાઇઝર્સ મવડી રોડ), પારસ અનિલભાઇ રાઠોડ (કે. ડી. કન્સ્ટ્રકશન), જય બોરીચા (યુવા ભાજપ અગ્રણી), જય ખારા (જૈન યુવા અગ્રણી), સુખદેવસિંહ ઝાલા (બલદેવ ગ્રુપ), જીતુભાઇ રાઠોડ (હર્ષ કન્સ્ટ્રકશન), બાલાભાઇ વાજા (કલાસીક ફાઇનાન્સ), હેમતભાઇ જોટંગીયા (જ્યોતિ સાઉન્ડ), પારસભાઇ સંઘાણી (શેર પોઇન્ટ એમ પાવર), કિશન સખીયા (યુવા એડવોકેટ), પ્રશાંત ગોંડલીયા (યુવા અગ્રણી), નિરવ વાઘેલા (રામનાથ જ્વેલર્સ) તથા સંદિપ બગથરીયા (અકિલા પ્રેસ ફોટોગ્રાફર અને પ્રેસ ફોટોગ્રાફર એન્ડ ઇલેકટ્રોનિક મિડીયા કેમેરામેન એસોસિએશન પ્રમુખ) ભારે જહેમત ઉઠાવી હતી.

આ રાસોત્સવના દિપ પ્રાગટ્ય ઉદ્દઘાટન વિધીમાં મેયર બિનાબેન આચાર્ય, કલેકટરશ્રી રૈમ્યા મોહન, મ્યુ. કમિશનર ઉદય અગ્રવાલ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જો. પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈની, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, બાનલેબના મોૈલેશ ઉકાણી, સીટી ન્યુઝના નિતીન નથવાણી અને જી.પં. કોંગ્રેસ પ્રમુખ અલ્પાબેન એ. ખાટરીયા ઉપસ્થિત રહી રાસોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્ય અતિથિ પદે ગુજરાત ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરી, આર્થિક પછાત વિભાગ ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકી, ઉદ્યોગવપતિ અશ્વિનભાઇ મેઘાણી, વોર્ડ ૧૬ ભાજપ પ્રભારી ભુપતભાઇ બોદર, પૂજારા ટેલિકોમના યોગેશ પુજારા, કોર્પોરેટર અનિલ રાઠોડ, બાલાજી ડેવલોપર્સના રમેશ સિધ્ધપુરા, પુષ્ટી વિહાર ક્રેડીટ સોસાયટીના રસિક કપુરીયા, ખોડલધામના મંત્રી જીતુ વસોયા, માધવ એન્ટરપ્રાઇઝના બાલાભાઇ પટેલ, ખિરસરા હેરીટેજ પેલેસના દિલિપસિંહ રાણા, ખરેડી સરપંચ દિપકસિંહ જાડેજા, ઉદ્યોગપતિ દિપક વી. કોઠીયા, પ્રતિભા એન્જી.ના જયેશ તન્ના, આરડી ગ્રુપના રાકેશ પોપટ, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ, માજી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, પીડી  માલવીયા કોલેજના મનોજ જયંતભાઇ શાહ, માલવીયા ઇન્ફાસ્ટ્રકચરના વિશાલ મનોજભાઇ શાહ, રાજકોટ જીલ્લા કોંગ્રેસના હિતેષ વોરા, ઉદ્યોગપતિ રાજુ સોરઠીયા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ પ્રવિણ સેંગલીયા), આરટીઓ પી. બી. લાઠીયા, રિટાયર્ડ આરટીઓ જે. વી. શાહ, આરતી મંડપના પરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અતિથિ વિશેષ પદે સાંસદ શ્રી મોહનલાલ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સોરઠીયા, ભાનુબેન બાબરીયા, જીવન કોમર્શિયલ બેંકના એમડી નરેન્દ્રસિંહ જાડેજા તેમજ મહેશભાઇ ચોૈહાણ, સર્વેશ્વર ચોૈહાણ, ગુણવંતભાઇ ડેલાવાળા, જયેશ ઉપાધ્યાય, પરેશ ગજેરા, અનિલ ખુંટ, જયેશ રાજપૂત, પ્રકાશ ચોટાઇ, ભાવેશ ચોટાઇ, હસમુખ એન. ભગદેવ, દિનેશ બગથરીયા, કિશન શાહ, અખિલ શાહ, મહેશભાઇ (માધવજી), કમલેશ મિરાણી, ડી. કે. સખીયા, ભીખાભાઇ વસોયા, સંજય ધવા, ડો. આશિષ માકડીયા, સંજય બોરીચા, રાજુ જેઠવા, ભરત ડાંગર, ઘોઘુભા જાડેજા, ખોડુભા જાડેજા, ભાવેશ પટેલ, દિવ્યેશ રાજદેવ, રાકેશ રાજદેવ, મયુર રામાણી, સંકેત સેજપાલ, પ્રભાત હેરભા, ઘનશ્યામ હેરભા, ડો. અમિત આર. હપાણી, ડો.બબીતાબેન એ. હપાણી, ડો. એમ. વી. વેકરીયા, પ્રદિપ ડવ, પરેશ પોપટ, જયરાજસિંહ રાણા, અભિષેક તાળા, અશોક ડાંગર, ગોપાલ અનડકટ, જીતુ ભટ્ટ, જૈમીન ઠાકર, ડી. વી. મહેતા, અર્જુન ખાટરીયા અને વિજય દેસાઇ, આહિર સમાજ અગ્રણી બલદેવ ડાંગર, નાનવડીયા રાજપૂત સમાજ પ્રમુખ જયપાલસિંહ જાડેજા, ડી. કે. સેવન ન્યુઝ ચેનલના કકુભાઇ, ડો. જયમીન ઉપાધ્યાય,ડે. મેયર અશ્વિન મોલીયા, રાજુભાઇ બોરીચા, આરએમસી વિરોધ પક્ષના પૂર્વ નેતા ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, ધ્રોલ ભાજપ પ્રમુખ રાજભા જાડેજા સહિતના ઉપસ્થિત રહી રાસ રસિયાઓને બીરદાવ્યા હતા.

સુજીતભાઇ ઉદાણી, મયુર શાહ, ભુપતભાઇ બોદર, ડી.સી.બી. ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ. ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.

રાસોત્સવમાં જાણીતા સિંગર દિપ્તી ગજ્જર, મોૈલિક ગજ્જર, અલ્પાભારથી ગોસ્વામી તથા રફિક ઝરીયા જીલ એન્ટરટેઇન્ટમેન્ટ મ્યુઝિકના સથવારે રંગ જમાવ્યો હતો.

એન્કરીંગમાં તેજસ શિશાંગીયા એ અદાકારી બતાવી હતી.કામે લગાવવા આયોજકો ભારે સજજતા દાખવી હતી.

આ રાસોત્સવનું ડેન આરસીસી કેબલ નેટવર્ક રાજકોટ દ્વારા લાઇવ પ્રસારણ કરાયુ હતુ.  સમગ્ર રાસોત્સવને સફળ બનાવવા એસપીજી ગ્રુપનો પણ ખાસ સહયોગ મળ્યો હતો.

(3:47 pm IST)