રાજકોટ
News of Friday, 11th October 2019

વિદેશી દારૂ સાથે સિકંદર, અનિલ અને આશિષ પકડાયા

બી-ડિવીઝન અને ક્રાઇમ બ્રાંચના ત્રણ દરોડા

રાજકોટ તા. ૧૧: વિદેશી દારૂના ત્રણ દરોડામાં ત્રણ શખ્સોને બી-ડિવીઝન અને ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી લીધા હતાં.

બી-ડિવીઝન પોલીસે મુળ જામનગરના હડીયાણા ગામના અને હાલ ભાવનગર રોડ પર મેરામબાપાની વાડી પાસે સિલ્વર બેકરી પાછળ હાજીસાહેબના મકાનમાં ભાડેથી રહેતાં સિકંદર અબ્દુલભાઇ શાહમદાર (ફકીર) (ઉ.૩૨)ને રૂ. ૧૯૨૦૦ના ૪૮ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો. આ શખ્સ જીજે૦૩ડબલ્યુ-૩૯૮૭ નંબરની રિક્ષામાં આ બોટલો રાખીને  નીકળતાં ઝપટે ચડી ગયો હતો.

બી-ડિવીઝન પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝની રાહબરીમાં પીએસઆઇ એમ. એમ. ઝાલા, એએસઆઇ એસ.ડી. પાદરીયા, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, મોહસીનખાન મલેક, મનોજભાઇ મકવાણા, મહેશભાઇ ચાવડા, અજયભાઇ બસીયા, મુકેશભાઇ ડામોર સહિતે આ કામગીરી દારૂની ડ્રાઇવ વેળાએ કરી હતી.

જ્યારે ડીસીબીના પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ ધાંધલ્યા, હેડકોન્સ. રાજેશભાઇ બાળા, રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ગોહિલ સહિતની ટીમે રૈયા રોડ નહેરૂનગર-૫માંથી અનિલ કાંતિલાલ રાઠોડ (ઉ.૩૨)ને  આમ્રપાલી આઝાદ ચોક આલ્ફા હોટેલ પાસેથી રૂ. ૧૬૪૦૦ના ૨૦ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

જ્યારે ડીસીબીના અભિજીતસિંહ જાડેજા અને અશોકભાઇ ડાંગર સહિતે નહેરૂનગર મેઇન રોડ માલધારી ચોકમાંથી આશિષ નાનજીભાઇ ભટ્ટી (ઉ.૨૫-રહે. નવલનગર-૯) નામના રિક્ષા ચાલકને રૂ. ૬૦૦૦ના ૧૫ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

(3:41 pm IST)