રાજકોટ
News of Thursday, 11th October 2018

શ્રીનાથજી સોસાયટીમાં લતાવાસીઓ દ્વારા નવરાત્રી મહાપર્વની ભાવભીની ઉજવણી

રાજકોટ : આદ્યાશકિતની આરાધનાનું પાવનકારી પર્વ આસો નવરાત્રીનો શુભારંભ થયો છે. ગઈકાલે પ્રથમ નોરતે જ સમી સાંજ પડતાની સાથે જ ધૂપ - દીપ, દુહા - છંદ, ગરબા, લોકગીત, સ્તુતિ, આરતી સંગ સમગ્ર માહોલ તેજોમય બન્યો છે. ભાવિકોના હૈયા પુલકીત થયા છે. ઘરે ઘરે, ચોકે - ચોકે 'જય આદ્યાશકિત..., જય માં આદ્યાશકિત'ની આરતી તેમજ કુમકુમકેરા પગલા માડી.... સાથીયા પુરાવો દ્વારે, દીવડા પ્રગટાવો આજ.... સહિતના ગરબા ગાઈને માતાજીની સાધના કરવામાં સૌ ભાવિકોના હૈયા પુલકીત થયા છે. સર્વત્ર આનંદના અબીલ - ગુલાલ ઉડી રહ્યા છે. ગઈકાલે શહેરના મવડી રોડ ઉપર આવેલ શ્રીનાથજી સોસાયટી શેરી નં.૧૧માં સૌ ધર્મપ્રેમી લતાવાસીઓ દ્વારા પ્રથમ નોરતે માતાજીના ગરબા ગાઈને આરાધના કરવામાં આવી હતી. પ્રસ્તુત તસ્વીરમાં માતાજીના ગરબામાં સર્વશ્રી સગુણાબેન બગથરીયા, કોમલબેન ગોંડલીયા, વૈભવીબેન બગથરીયા, જયશ્રીબેન બારડ, રમાબેન રાવરાણી, જોશનાબેન  બોરીચા, ગીતાબેન આહિર, હંસાબેન, પૂજાબેન, કિરણબેન પરમાર સહિતના નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:55 pm IST)