રાજકોટ
News of Thursday, 11th October 2018

પ્રોહિબીશનના ગુનામાં ધરપકડ સંદર્ભે આરોપીના આગોતરા મંજુર

રાજકોટ તા.૧: અરજદાર/આરોપીને ભકિતનગર પોલીસ સ્ટેશન પ્રોહીબીશનના ગુનામાં આરોપીને આગોતરા જામીન ઉપર મુકત કરવાનો રાજકોટ સેશન્સ કોર્ટે હુકમ કરેલ હતો.

આ ગુન્હા અંગેની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઇ સતાભાઇ ગમારાએ ગઇ તા.૪-૮-૨૦૧૮ના રોજ ભકિતનગર પો.સ્ટે.માં આ કામના આરોપી ફારૂકભાઇ મજીદભાઇ સાંજી વિરૂધ્ધ પ્રોહી.ના ગુનાની ફરીયાદ આપેલ હતી.

આરોપીએ આ ગુનામાં સંડોવાયેલ ન હોવા છતાં તેઓની પોલીસે આ ગુનામાં ધરપકડ કરે તેવી દહેશત હોય જેથી તેઓએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી.

ઉપરોકત આરોપી/અરજદાર તરફે રજુ થયેલ દલીલો ગ્રાહય રાખી અરજદાર/આરોપી ફારૂકભાઇ મજીદભાઇ સાંજીને એડી.સેશન્સ જજ પી.કે.સતિષકુમારે આરોપીને આગોતરા જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ હતો. ત્યારબાદ આ કામમાં તપાસ કરનાર અધિકારી દ્વારા આરોપીની રીમાંડ અરજી લોઅર કોર્ટમાં કરવામાં આવેલ હતી. જે અરજી પણ લોઅર કોર્ટેના મંજુર કરવામાં આવેલ હતી.

આ કામમાં ઉપરોકત અરજદાર/આરોપી વતી રાજકોટના એડવોકેટ એ.એન.જનાણી કિશનભાઇ વાલ્વા તથા જીતેન્દ્રસિંહ પરમાર રોકાયેલા હતા.(૩.૪૮)

(3:51 pm IST)