રાજકોટ
News of Thursday, 11th October 2018

પત્નિ સાથે ઝઘડો થતાં દેવપરાના રાહુલ વાલ્મિકીએ પેડક રોડ પર ઝેર પી લીધું

બે મહિના પહેલા જ લવમેરેજ કર્યા છેઃ યુવાન સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૧: કોઠારીયા રોડ પર દેવપરા નજીક રહેતાં રાહુલ અરૂણભાઇ બોરીચા (ઉ.૧૯) નામના વાલ્મિકી યુવાને રાત્રે પેડક રોડના બગીચા પાસે ઝેર પી લીધા બાદ મિત્રને જાણ કરતાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

રાહુલ બે ભાઇ અને એક બહેનમાં મોટો છે અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેના માતા નયનાબેનના કહેવા મુજબ રાહુલે બે મહિના પહેલા જ થોરાળાની વાલ્મિકી યુવતિ કાજલ સાથે લવમેરેજ કર્યા છે. આ લગ્ન પછી તે અલગ રહેવા જતો રહ્યો છે, પોતે પેડક રોડ પર રહે છે. પત્નિ કાજલ સાથે કોઇ બાબતે ચડભડ થતાં માઠુ લાગી જતાં રાહુલે આ પગલું ભર્યુ હતું. હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

શશીકાંત મારડીયા બિમારીની વધુ પડતી દવા પી ગયા

વાવડી આકાર હાઇટ્સમાં રહેતાં શશિકાંતભાઇ વલ્લભભાઇ મારડીયા (ઉ.૫૦) માનસિક બિમારીની વધુ દવા પી જતાં તબિયત બગડતાં સિવિલમાં દાખલ થતાં તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

(3:43 pm IST)