રાજકોટ
News of Thursday, 11th October 2018

બહેનપણીને સળગાવી મારવાના ગુનામાં જેલમાં રહેલી સપના ગામિત સાબુ ખાઇ ગઇ

પાંચ મહિનાથી કાચા કેદી તરીકે છેઃ બીજી મહિલા કેદી સાથે ઝઘડો થતાં પગલું ભર્યુ

રાજકોટ તા. ૧૧: પરમ દિવસે રાજકોટ જેલમાં હત્યા-લૂંટના ગુનાની કાચા કામની કેદી શબાનાએ બિમારીની વધુ ટીકડી પી લેતાં સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં હવે ગત સાંજે બેરેક નં. ૨માં હત્યાના ગુનાની કાચા કામના કેદી તરીકે રખાયેલી સપના હરિભાઇ ગામીત (રાજગોર બ્રાહ્મણ) (ઉ.૨૨)એ સાબુ ખાઇ લેતાં સારવાર માટે દાખલ કરવી પડી છે.

પાંચ મહિના સપના ગામિત પર ઘંટેશ્વર કવાર્ટરમાં તેની બહેનપણી તેજલ કોળીને સળગાવી મારવાનો ગુનો નોંધાયો હતો. ત્યારથી તેણી રાજકોટ જેલમાં છે. સપનાએ કહ્યું હતું કે સાંજે બેરેક-૨માં હતી ત્યારે બીજા મહિલા કેદી સાથે ચડભડ થતાં પોતાને માઠુ લાગી જતાં સાબુ ખાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસમાં જાણ કરી હતી.

(3:42 pm IST)