રાજકોટ
News of Thursday, 11th October 2018

યાજ્ઞિક રોડ પર મિતાલીબેનના ટુવ્હીલરની ડેકી તોડી ચોરી

તસ્કર મોબાઇલ ફોન, ડોકયુમેન્ટ, રોકડ ચોરી ગયો

રાજકોટ તા. ૧૧: સરદારનગર એસ્ટ્રોન ચોક-૧૭માં રહેતાં મિતાલીબેન દિપકભાઇ મિસ્ત્રી (ઉ.૨૧)નું જ્યુપીટર ટુવ્હીલર ૨૫/૯ના રોજ જીજે૩જેએમ-૯૪૧૭ યાજ્ઞિક રોડ પર તનિષ્ક શો રૂમના પાર્કિંગમાં રાખ્યું હોઇ તેની ડેકી ખોલી કોઇ અંદરથી મોબાઇલ ફોન, ઓરિજીનલ ડોકયુમેન્ટ તથા રોકડા રૂ. ૪ હજાર ચોરી જતાં પ્ર.નગરમાં ફરિયાદ કરતાં હેડકોન્સ. મોહસીન ખાને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ં

નાના મવા સર્કલ પાસેથી વિપુલભાઇનું બાઇક છૂ

મવડી રોડ પર જીથરીયા હનુમાનજી મંદિર પાછળ શકિતનગર-૪માં રહેતાં વિપુલભાઇ રવજીભાઇ વૈષ્ણવ (ઉ.૩૫)નું નંબર વગરનું બાઇક રૂ. ૪૦ હજારનું કોઇ નાના મવા સર્કલ પાસે રોયલ મેળા નજીકથી ચોરી જતાં તાલુકાના એએસઆઇ એ. એમ. જાડેજાએ ગુનો નોંધ્યો છે.

(3:42 pm IST)