રાજકોટ
News of Wednesday, 11th September 2019

અપહરણ-દુષ્કર્મ-પોસ્કોના કેસમાં આરોપીને જામીન પર છોડવા હુકમ

રાજકોટ તા.૧૧: અત્રે રાજકોટની સ્પે કોર્ટ આરોપીને અપહરણ દુષ્કર્મ અને પોસ્કોના કેસમાં આરોપીને જામીન ઉપર મુકત કરેલ છે.

આ કેસની હકીકત ટુંકમાં એ મુજબ છે કે, ગાંધીસ્મૃતિ શેરી નં.૩, ભગવતીપરા, રાજકોટ ખાતે રહેતા ફરીયાદીએ તેની સગીર વયની દિકરી ઉ.વ.૧૫ વર્ષ ૮ માસને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરેલ છે. તે મતલબની ફરીયાદ રાજકોટ શહેર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તા.૨૭-૪-૧૯ના રોજ આરોપી હિરેન શૈલેષભાઇ મકવાણા વિરૂધ્ધ નોંધાવેલ હતી.

ફરીયાદીના કથન મુજબ આરોપી અને ફરીયાદીની દિકરી રાજકોટ કાલાવડ રોડ ઉપર આવેલ જલારામ પેટ્રોલ પંપમાં નોકરી કરતા હતા અને તા.૨૭-૪-૧૯ના રોજ ફરીયાદીની દિકરી નોકરીએ ગયા પછી પરત ન આવેલ હોય અને તપાસ કર્તા મળી આવેલ ન હોય ત્યારબાદ આરોપી ઉપર રાજકોટ શહેર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ હતી.

ફરીયાદીએ તેની ફરીયાદમાં એમ પણ જણાવેલ હતુ કે, મારી દિકરી ભાગી ગયા પછી બીજે દિવસે ફોન આવેલ કે, મને ગોતતા નહિં અને હું હિરેન શૈલેષભાઇ મકવાણા સાથે છું આરોપીની ધરપકડ થયા બાદ આરોપીએ તેના વકિલ મારફત જામીન અરજી ગુજારતા  અને દલીલો કર્તા અને ફરીયાદ મુજબની હકીકત જણાવતા સ્પેશ્યલ પોસ્કો કોર્ટે આરોપીને રૂ.૧૫,૦૦૦ અંકે રૂપિયા પંદર હજાર પુરાના જામીન ઉપર મુકત કરેલ હતા.

ઉપરોકત કેસમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ યોગેશ ઉદાણી, કિશન વાગડીયા, અશોક જાદવ તથા રામકુભાઇ બોરીચા રોકાયેલા હતા.

(3:40 pm IST)