રાજકોટ
News of Wednesday, 11th September 2019

ઓરિસ્સાના મજૂરનું શિતલ પાર્કમાં સાઇટ પર બેભાન થયા બાદ મોત

નવા બનતા બિલ્ડીંગમાં કડીયા કામની મજૂરી કરતો'તો

રાજકોટ તા. ૧૧: ગાંધીગ્રામ ૧૫૦ રીંગ રોડ પર શિલત પાર્કમાં અક્ષર હાઇટ્સ નામે નવી બિલ્ડીંગ બની રહી હોઇ ત્યાં કડીયા કામ કરતો અને ત્યાં જ રહેતો મુળ ઓરિસ્સાનો લાલુ ચરણભાઇ બાગ (ઉ.૨૬) સાંજે સાઇટ પર બેભાન થઇ જતાં કોન્ટ્રાકટર ભાવેશભાઇ સરધારાએ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કર્યો હતો.

મૃતક બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. ગઇકાલે તેને પેટમાં બળતરા ઉપડી હતી અને બીજી તકલીફો થઇ હતી. સાંજે અચાનક બેભાન થઇ ગયા બાદ મોત નિપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. ચોકીના રાજુભાઇ ગીડા અને હિરેનભાઇએ જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:16 pm IST)