રાજકોટ
News of Wednesday, 11th September 2019

તાજીયા જુલુસની શાંતિપૂર્વક પૂર્ણાહુતિઃ કોઠારીયા નાકે પોલીસ અધિકારીઓનું સન્માન કરતાં મુસ્લિમ બિરાદરો

રાજકોટઃ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શનઙ્ગ હેઠળ શહેર પોલીસ દ્વારા મહોર્રમ અંતર્ગત શાંતિ જળવાઇ રહે અને ભાઇચારાની ભાવના વધુ પ્રબળ બને તે માટે ગઇકાલે તાજીયાના જુલુસ માટેે કુલ-૧૧૦૪ઙ્ગ પોલીસ અધીકારીઓ, કર્મચારીઓનો બંદોબસ્તઙ્ગરાખવામાં આવ્યોહ તો. સમગરૂટમાં ટ્રાફીકને અડચણ ન થાય તેમજ કોઇ અનીચ્છનીયઙ્ગ બનાવ ન બને તે માટે સંવેદનશીલ પોઇન્ટ ઉપર બંદોબસ્ત તથા ધાબા/રૂટ બંદોબસ્ત રાખવામાં  આવ્યો હતો. તાજીયા જુલુસની શાંતિપૂર્વક રીતે પૂર્ણાહુતિ થઇ હતી.  પ્રસંશનીય બંદોબસ્ત જાળવનારા પોલીસ અધિકારીઓનું તાજીયા કમીટી ના આગેવાનોઙ્ગ દ્વારાઙ્ગ કોઠારીયા નાકા પોલીસ ચોકી ખાતે હારતોરા કરી મોમેન્ટો અર્પણ કરી સન્માન કરાયું હતું. જેમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સંયુકતઙ્ગ પોલીસ કમિશનર અજયકુમારઙ્ગ ઙ્ગચૌધરી  ડીસીપી  ઝોન-૧ઙ્ગ રવી મોહન સૈની, ડીસીપી ઝોન-૨ મનોહરસીંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહોર્રમ નીમીતેઙ્ગ નીકળનારા તાજીયા રૂટ પર ડીસીપી ઝોન-૧ રવીમોહન સૈની પોલીસ સ્ટાફઙ્ગ સાથે ફૂટ પેટ્રોલીંગમાં જોડાયા હતાં. તમામ તાજીયા શાંતિ પુર્ણ રીતે પસાર થયા હતાં અને ભાઇ-ચારા તથા કોમી એકતાની ભાવના સાથે પોત પોતાના વિસ્તારમાં માતમમાં ગયા હતાં.

(1:15 pm IST)