રાજકોટ
News of Wednesday, 11th September 2019

સીંગતેલમાં વધુ ૧૦ રૂ. ઘટ્યા

બે દિ'માં ૧૫ રૂ. ઘટ્યાઃ કપાસીયા તેલમાં પણ ૫ રૂ. ઘટ્યા

રાજકોટ, તા. ૧૦ :. સૌરાષ્ટ્રમાં સચરાચર વરસાદના પગલે મગફળીનો પાક સારો થશે તેવા અહેવાલે સીંગતેલમાં ઘટાડાનો દોર શરૂ થયો છે. આજે સીંગતેલમાં વધુ ૧૦ રૂ. અને કપાસીયા તેલમાં ૫ રૂ.નો ઘટાડો નોંધાયો છે.

સ્થાનિક બજારમાં મગફળીનો પાક સારો થશે તેવા અહેવાલે આજે સીંગતેલમાં ૧૦ રૂ.નો ઘટાડો નોંધાયો છે. સીંગતેલ લુઝ (૧૦ કિલોના ભાવ) ઘટીને ૧૦૨૫ થી ૧૦૫૦ રૂ. થયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ (૧૫ કિલોના ભાવ) ૧૮૨૦ થી ૧૯૫૦ રૂ. હતા તે ઘટીને ૧૮૧૦થી ૧૯૪૦ રૂ. થયા છે. બે દિ'માં સીંગતેલમાં ૧૫ રૂ. નિકળી ગયા છે.

સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ આજે ૫ રૂ.નો ઘટાડો થયો હતો. કપાસીયા તેલમાં બે દિ'માં ૧૦ રૂ. નિકળી જતા કપાસીયા ટીનના ભાવ ઘટીને ૧૨૮૫થી ૧૩૧૦ રૂ. થયા હતા.

(8:52 am IST)