રાજકોટ
News of Tuesday, 11th September 2018

જાતીય સતામણી કેસમાં પ્રો.પંચાલને બરતરફ કરો

એનએસયુઆઇ કાર્યકારી રજીસ્ટ્રાર ધીરેજ પંડયાને આવેદનઃ સુત્રોચ્ચાર...આંદોલનની ચીમકી

રાજકોટઃ કાર્યકારી રજીસ્ટ્રાર ધીરેન પંડયાને આવેદન પાઠવતા આદિત્યસિંહ ગોહીલ, મુકુંદ ટાંક, ભરતસિંહ જાડેજા,જયકિશનસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, નિલુ સોલંકી, નિલરાજ ખાચર, મયુરસિંહ પરમાર, પાર્થ કાલરીયા, ચેતનભાઇ મંડ, બોનીભાઇ પટેલ સહીતના નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૮)

રાજકોટ, તા., ૧૧: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચકચારી જાતીય સતામણી પ્રકરણમાં હવે એનએસયુઆઇ અને કોંગ્રેસે ઝંપલાવ્યું છે. એનએસયુઆઇએ કાર્યકારી કુલસચિવ ધીરેન પંડયાને આવેદનપત્ર પાઠવી બરતરફ કરવાની માંગ કરી છે.

એનએસયુઆઇએ આવેદનમાં જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા 'બેટી બચાવો, બેટી પઢાવો'ના નારા સાથે ખૂબ જોરશોરથી પ્રચાર કરવામાં આવે છે. પરંતુ  વાસ્તવિકતા આ સત્તાધીશો એક દિકરીને ન્યાય આપવવામાં અસક્ષમ નીવડે છે અને આ પ્રોફેસરોને બચાવવાની બ્રીફ લઇને નીકળે છે. બાયોસાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલને બચાવવાની પ્રક્રિયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થઇ રહી છે.

એનએસયુઆઇએ માંગણી છે કે પંચાલની ગાઇડ શીત રદ કરી નાખવી અને નોકરીમાંથી બરતરફ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવી જોઇએ જે કર્યુ નથી. આ મુદામાં તાત્કાલીકપણે નિર્ણય લેવામાં આવે નહિતર એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસ દ્વારા ભગતસિંહના માર્ગે આંદોલન ચલાવવામાં આવશે.  તેમજ ઉપવાસ, ધરણા સહિતના કાર્યક્રમો આવનારા દિવસોમાં આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં આદિત્યસિંહ ગોહીલ, મુકુંદ ટાંક, ભરતસિંહ જાડેજા, જયકિશનસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, નિલુ સોલંકી, નિલરાજ ખાચર, મયુરસિંહ પરમાર, પાર્થ કાલરીયા, ચેતનભાઇ મન્ડ, બોની પટેલ, કુલદિપસિંહ જાડેજા, ઋતુરાજસિંહ ઝાલા, ગુલામ મોહપ્રદીન મકવાણા, રાજદીપસિંહ ઋતુરાજસિંહ જાડેજા અને વિશુભા જાડેજા વિગેરે એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતાં. (૪.૮)

(4:02 pm IST)