રાજકોટ
News of Tuesday, 11th September 2018

બંધને સફળ બનાવી પ્રજાએ લોકસભાની ચૂંટણીનું ટ્રેલર બતાવ્યું

પ્રજાનો આભાર : કાલરીયા - રાઠોડ - જાડેજા

રાજકોટ : કેન્દ્રમાં ભાજપ સરકાર સતા પર આવ્યા પછી પેટ્રોલિયમ કંપનીઓને જાણે ભાવ વધારાનો પીળો પરવાનો આપી દીધો હોય તેમ રાજાની કુવરીની જેમ રાત અને દિવસ વધતાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપેલા ભારત બંધના એલાનના પગલે સોમવારે દેશભરમાં સજ્જડ અને સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો હતો. ત્યારે સૌરાષ્ટ્રની પ્રજાએ પણ સ્વયભૂ અને શાંતિપુર્ણ બંધ પાળી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનું ટ્રેલર ભાજપ સરકારને બતાવી દીધું છે. તેમ મોરબી જિલ્લાના કોંગ્રેસના નિરીક્ષક અને લોધિકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજ રાઠોડ, જામજોધપુરના ધારાસભ્ય અને મોરબી જિલ્લાના નિરીક્ષક ચિરાગ કાલરિયા અને મોરબી જિલ્લા જનમિત્ર નિરીક્ષક રાજદીપસિહ જાડેજાએ જણાવી બંધને સફળ બનવવા બદલ પ્રજાનો આભાર માન્યો છે.

તેઓએ જણાવ્યુ છે કે, ભાજપ સરકારે સત્ત્।ા પર આવી પેટ્રોલિયમ કંપનીઓને પ્રજાને લૂંટવાનો પરવાનો આપી દીધો છે. પેટ્રોલ ડીઝલના ભડકે બળતા ભાવના કારણે પ્રજાની કમર તૂટી ગઈ છે. પ્રજાની વેદના અને આક્રોશ ભાજપના નેતાઓને સત્ત્।ાના મદમાં દેખાતો બંધ થયો છે ત્યારે, કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ રાહુલજી ગાંધીએ પ્રજાની વેદના અને આક્રોશને વાચા આપવા સોમવારે ભારત બંધનું એલાન આપ્યું હતું. હમેશા પ્રજાની પડખે ઊભી રહીને પ્રજાનું હિત વિચારતી કોંગ્રેસ દ્વારા આપાયેલુ બંધનું એલાન પ્રજાનો પોતાનો અવાજ અને વિરોધ હતો. ત્યારે દેશભરની સાથે સૌરાષ્ટ્રની પ્રજાએ પણ આક્રોશપૂર્ણ પરંતુ શાંત અને સ્વયભૂ બંધ પાળીને સત્ત્।ાના મદમાં રાચતા ભાજપના નેતાઓને ૨૦૧૯ની સાલમાં યાજોનારી લોકસભાની ચૂંટણીનું ટ્રેલર બતાવી દીધું છે.

આગેવાનો એ જણાવ્યું છે કે ભારત બંધ સફળ નહીં થાય તેવા મુંગેરીલાલ જેવા સ્વપ્નો જોતાં ભાજપના નેતાઓ પણ બંધની સફળતા જોઈને ડઘાઇ ગયા હતા અને કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરાવી બંધને નિષ્ફળ બનાવવા કારસો પણ રચ્યો હતો. પણ પ્રજાના આક્રોશ સામે ભાજપનો આ કારસો પણ નિષ્ફળ રહ્યો હતો. અને રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહને પેટ્રોલિયમ મિનિસ્ટર સાથે તાકીદની બેઠક યોજવી પડી હતી. તેમ આ આગેવાનોએ ઉમેર્યું છે. આ બંધમાં સામાન્ય ધંધાર્થીઓથી માંડી શાળા કોલેજ સહિતની શિક્ષણ સંસ્થાઓએ પણ જોડાઈને સફળ બનાવવાની સાથોસાથ પ્રજામા ભાજપ વિરૂદ્ઘ ભભૂકતો રોષ પણ જાહેર કરી દઈને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સત્ત્।ા પરિવર્તનનો શંખનાદ પણ કરી દીધો છે તેમ જણાવી મનોજ રાઠોડ, ચિરાગ કાલરીયા અને રાજદીપસિહ જાડેજાએ બંધને સફળ બનાવવા બદલ સૌરાષ્ટ્રના પ્રજાજનોનો આભાર માન્યો છે.(૩૭.૧૦)

 

(3:58 pm IST)