રાજકોટ
News of Tuesday, 11th September 2018

પાટીદાર અનામત આંદોલનમાં સરકારી મિલ્કતોને નુકશાન કરવાના ગુનામાં નવ આરોપીનો છુટકારો

રાજકોટ તા.૧૧ : સમગ્ર ગુજરાતમાં કરવામાં આવેલ પાટીદાર અનામત આંદોલનના પડઘા આખા દેશમાં પડેલ અને તે સમયે સરકારી મિલ્કતોને નુકશાન કરવામાં આવેલ તેવા જ એક રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર આટકોટ ટી પોઇન્ટ ઉપર એસ.ટી. બસોને રોકી, પથ્થર મારો કરી પેસેન્જર, ડ્રાઇવર, કન્ડકટર સહીતનાઓને ઇજા કરી સરકારી મિલ્કતને નુકશાન કરી ગેરકાયદેસર મંડળી રચનાર ૯ આરોપીઓને રાજકોટ સેશન્સ અદાલતે નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.

આ કેસ ની હકીકત જોઇએતો તા. ૨૦/૦૨/૨૦૧૬ ના રોજ આરોપીઓ (૧) નયભાઇ નિલેશભાઇ હીરપરા (ર) દિવ્યેશભાઇ નિલેશભાઇ હીરપરા (૩) મેહુલભાઇ ઉર્ફે રાજા લાલજીભાઇ કુંભાણી (૪) સુનીલભાઇ ધીરૂભાઇ ખોખરીયા (પ) તુષારભાઇ મગનભાઇ મુંગળા (૬) હર્દિકભાઇ જેન્તીભાઇ રાદડીયા (૭) મયુરભાઇ ભોળાભાઇ રૂપારેલીયા (૮) ગોપાલભાઇ રમેશભાઇ હીરપરા (૯) કલ્પેશભાઇ બાબુભાઇ મોવલીયા, બધા રહે. જસદણનાઓએ એક સંપ કરી, ગેરકાયદેસર મંડળી બનાવી અગાઉ કોઇ જગ્યાએ કાવત્રુ રચી એક સાથે મુખ્ય ધોરી માર્ગ રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર આટકોટ ટી પોઇન્ટેઆવી જાહેર રસ્તો બ્લોક કરી ભાવનગર થી ભુજ જતી સરકારી એસ.ટી. બસ ઉપર પથ્થર મારો કરી હુમલો કરી એસ.ટી. બસનો આગળનો તથા પાછળનો કાચ તોડી નુકસાન કરી ડ્રાઇવરને મુંઢ ઇજા કરી ટ્રાફીક પોઇન્ટ પર રાખવામાં આવેલ ખુરશી તથા ટેબલ તોડી સરકારી જાહેર મિલ્કતને નુકસાન કરતા જસદણ ડેપો મેનેજર સહદેવસિંહ ગોહિલની સુચનાથી આટકોટના રહીશ એસ.ટી. કર્મચારી નુરમોહમદભાઇ ઉસ્માનભાઇ પરમારે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ.

ઉપરોકત કેસમાં ચાર્જશીટ થઇ જસદણ કોર્ટમાથી કેસ કમીટ થઇ રાજકોટની સેશન્સ અદાલતમાં આવતા તમામ તહોમતદારો સામે ગુનાહીત મનુષ્યવધ કરવાની કશીશ તથા ગેરકાયદેસર મંડળી રચી, પૂર્વયોજીત કાવત્રુ કરી, રાજય સેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે, સ્વૈચ્છાપૂર્વક  વ્યથા કરવા તેમજ ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ  અન્વયે સેશન્સ અદાલતે તહોમત ફરમાવ્યા બાદ સરકાર તરફે પોતાનો કેસ પુરવાર કરવા દસ્તાવેજી પુરાવા રજુ કરતા કેસ ચાલવા પર આવેલ હતો.

દરમયાન રાજય સરકારના આદેશ અનુસાર જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા સરકારી વકીલને પત્ર્ર લખી સી.આર.પી.સી.-૩૨૧ કેસ કાર્યવાહી પડતી મુકવા અદાલત સમક્ષ કાગળ રજુ કરી કાયદાની ીજોગવાઇ અનુસાર તહોમતનામું ફરમાવેલ હોય તો તેવા ગુનાઓમાં આોરીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા જોગવાઇ છે. જે હકીકત ધ્યાને લઇને કોર્ટેે આરોપીઓને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

ઉપરોકત કેસમાં તહોમતદાર નં.૧,૨,૩,૪,૫,૬,૮ વતી  એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા, તથા તહોમતદાર નં.૪,૭,૯ વતી એડવોકેટ તુષાર ગોકાણી, રીપના ગોકાણી, સત્વન મહેતા, કલ્પેશ ગોટી રોકાયેલા હતા.

(3:57 pm IST)