રાજકોટ
News of Tuesday, 11th September 2018

જીવદયા ગ્રુપ દ્વારા પાંજરાપોળમાં ગાયોને ૯૫૦ કિલો ખોળ અર્પણઃ ૧૨ અબોલ જીવોને મુકવામાં આવ્યા

જીવદયા ગ્રુપ દ્વારા ૯૫૦ કિલો ખોળ ગાયોને અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ ૧૨ અબોલ જીવોને પાંજરાપોળમાં મુકવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજકોટ શહેરના ડેપ્યુટી પોલીસ કમિશનરશ્રી મનોહરસિંહ જાડેજા તેમજ રાજકોટ શહેરના અધિક કલેકટરશ્રી પંડયા ખાસ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે દાતાશ્રીઓ પરીન કીર્તિભાઇ પારેખ, જયશ્રીબેન હીમાંશુભાઇચીનોય, મનીષભાઇ મહેતા, બાપા સીતારામ ગોૈ સેવા મંડળ, કીર્તિભાઇ પાટડીયા, અરવિંદભાઇ ધાનક, દિવ્યેશભાઇ કામદાર, નેગીભાઇ, સંજયભાઇ મહેતા, હર્ષદભાઇ મહેતા, મહેન્દ્રભાઇ ફોફરીયા, અંકુર ફોફરીયા તથા ઇલાબેન જુઠાણીનો સહકાર મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સુમનભાઇ કામદાર, મુકેશભાઇ બાટવીયા, સંજયભાઇ મહેતા, યોગેશભાઇ શાહ, ઉપેનભાઇ મોદી, અરૂણભાઇ દોશી, દીનેશભાઇ વોરાનાં કુશળ માર્ગદર્શન હેઠળ પ્રકાશભાઇ મોદી, પારસભાઇ મોદી, હિતેશભાઇ દોશી, ભરતભાઇ બોરડીયા, સમીરભાઇ કામદાર, હીરેનભાઇ કામદાર, નીલેશભાઇ દોશી, નિખીલભાઇ શાહ, રમેશભાઇ દોમડીયા, હેમાબેન મોદી, વિરેન્દ્રભાઇ સંઘવી, જયભાઇ બાટવીયા, નમ્રભાઇ મહેતા, પરીનભાઇ પારેખ, હર્ષદભાઇ મહેતા, નીરવભાઇ પારેખ તેમજ શ્રીમતી પારેખ, અમીતભાઇ દેસાઇ, અરૂણભાઇ નિર્મળ તથા હીમાંશુભાઇ ચીનોયે જહેમત ઉઠાવેલ હતી. આ પ્રસંગે શ્રેયસભાઇ વીરાણીએ શુભેચ્છાઓ પાઠવેલ હતી. કાર્યક્રમની શરૂઆત નમ્રભાઇ મહેતાએ જૈન ધર્મના માંગલીક સાથે કરેલ હતી. કાર્યક્રમની પુર્ણાહુતી રાષ્ટ્રગીતનાં ગાન અને ભારતમાતા કી જય સાથે કરવામાં આવેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજયભાઇ મહેતાએ કરેલ.

(3:49 pm IST)