રાજકોટ
News of Saturday, 11th August 2018

આંબેડકર સોસાયટીમાં ચંપાબેન સોલંકીના મકાનમાં ૩૫ હજારની ચોરી

વણકર પ્રોૈઢા પૌત્રને સ્કલુ મુકવા ગયા બાદ રવિના મકવાણાએ હાથફેરો કર્યો હોવાની શંકા

રાજકોટ તા ૧૧ : દોઢસો ફૂટ રોડ પર ડો. ભીમરાવ આંબેડકર સોસાયટીમાં રહેતા વણકર પ્રોૈઢાના મકાનમાં રૂા ૩૫ હજારના સોનાના પાટલાની ચોરી થઇ હોવાની ફરીયાદ થઇ છે

મળતી વિગત મુજબ ડો. ભીમરાવ આંબેડકર સોસાયટીમાં બ્લોક નં. ૧૦ માં રહેતા ચંપાબેન નાનજીભાઇ સોલંકી (ઉ.વ. ૫૮)  ગત તા. ૩/૭ ના રોજ તેના પ વર્ષના પોૈત્ર સમરને કાલાવાડ રોડ પર આવેલ યુરોકીડસ સ્કુલે તેડવા ગયા હતા પાછળથી તેના બંધ મકાનના દરવાજાનું તાળું ખોલી અંદર પ્રવેશ કરી કબાટમાંથી રૂા ૩૫ હજારનો સોનાનો પાટલો ચોરી ગયા હતા. ચંપાબેન પરત આવ્યા બાદ બે-ત્રણ દિવસ પછી સોનાનો પાટલો ગાયબ જોતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. બાદ ચંપાબેને તેના પુત્રને વાત કરતા તેણે તપાસ કરતા તેના મોટાબાપુનો છોકરો નિલેષ તા. ૩/૭ ના રોજ બાળક લઇને ધરે આવ્યો ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો, અને અંદર જોતા પાડોશમાં રહેતી રવિના જીવણભાઇ મકવાણા ને ઘરની બહાર નીકળતા જોતા તેણે રવિનાને રોકી પુછતા રવિનાએ 'ઘરમાં કોઇ નથી ' તેમ કહી જતી રહી હતી. તેમ નીલેષે વાત કરતા ચંપાબેન અને પુત્રને રવિના મકવાણા ઉપર શંકા જતા ચંપાબેને માલવીયાનગર પોલીસ મથકમાં અરજી કરી હતી બાદ ગઇકાલે ચંપાબેન સોલંકીએ માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી જેમાં ૧૮ વર્ષની યુવતી રવિના જીવણભાઇ મકવાણા ઉપર શંકા દર્શાવી છે આ અંગે પી.એસ.આઇ જે.કે. પાડાવદરા તથા રાઇટર પ્રશાંતસિંહ ગોહિલે તપાસ આદરી છે (૩.૬)

(4:19 pm IST)