રાજકોટ
News of Saturday, 11th August 2018

રાજકોટમાં યોજાનાર ફાજલ શિક્ષકોની ફાળવણીનો કેમ્પ મુલતવી રાખવા આદેશ

DEO કચેરી દ્વારા યોજાયેલ કેમ્પ બાબતે શિક્ષક મંડળની સ્થળ રજુઆત

રાજકોટ તા ૧૧ : જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા તા. ૧૩ નો ફાજલ ફાળવણીનો કેમ્પ શાળા નિયામક દ્વારા મુલત્વી રખાયો. રાજકોટ ઉ.મા. શિક્ષક સંઘના પ્રયત્નોનેે મળેલ સફળતા. રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા તા. ૭/૮/૧૮ ના પત્ર મુજબ તા. ૧૩-૮-૧૮ ના  ફાજલને સમાવવાનો કેમ્પ રાખવામાં આવેલ વળી જીલ્લા જીલ્લા શિક્ષણાધીકારીશ્રી દ્વારા જ તા. ૭/૮/૧૮ નાઅન્ય એક પત્રથી જીલ્લાની શાળાઓ પાસેથી પાંચ દિવસમાં વર્ગ ઘટાડાની દરખાસ્ત પણ મંગાવેલ તો આ દરખાસ્ત અન્વયે ફાજલ થનારશિક્ષકોનો તા. ૧૩-૮-૧૮ નારોજ યોજાનાર કેમ્પનો લાભ ન મળે તેમ હતું આતી જીલ્લાના જુદા જુદા શૈક્ષણિક સંધો દ્વારા આ અંગે જીલ્લા શિક્ષણાધિકારીશ્રીનું ધ્યાન દોરી તા. ૧૩/૮/૧૮ નો કેમ્પ મુલત્વી રાખવા વિનંતી કરવામાં આવી હતી. પરંતુ જીલ્લા શિક્ષણાધિકારી આ કેમ્પના આયોજન બાબતે મક્કમ રહેતા અંતે રાજકોટ જીલ્લા ઉચચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ હિતેન્દ્રભાઇ પંડયા અને મંત્રી લીલાભાઇ કડ દ્વારા આ બાબતે ગુજરાત રાજય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ પંકજભાઇ પટેલને જાણ કરતા પ્રમુખ પંકજભાઇ પટેલે તાત્કાલીક શાળા નિયામકને રૂબરૂ મળી રજુઆત કરતા શાળા નિયામકશ્રીએ રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારીને કેમ્પ મુલત્વી રાખવા આદેશ કરેલ છે. (૩.૧૬)

(4:07 pm IST)