રાજકોટ
News of Saturday, 11th August 2018

કોઠારીયા સર્વે નં.૩૫૨ની જમીનમાં ખોખડદળ નદીના વહેણનો માર્ગ બુરી દેતા દબાણકારોઃ કલેકટરને ફરીયાદ

જમીન માફીયાઓએ મોટા ડેલા બનાવી લીધાઃ પુરનું પાણી તારાજી સર્જી શકે છે

રાજકોટ તા.૧૧: કોઠારીયા રોડ ભોજલરામ સોસાયટી મેઇન રોડ ઉપર રહેતા મનોજ ગઢવીએ કલેકટરને ફરીયાદ પાઠવી કોઠારીયા ગામના સરકારી ખરાબા સર્વે નં. ૩૫૨ માં ગેરકાયદેસર રીતે થયેલા બાંધકામોને હટાવવા અંગે મંાગણી કરી છે.

ફરીયાદમાં ઉમેર્યુ છે કે, કોઠારીયા ગામે સર્વે નં. ૩૫૨ના સરકારી ખરાબામાં ૧૮૩૪ એકર જમીન આવેલી હતી. આ સરકારી ખરાબાની મોટા ભાગની જમીનો પર વર્ષોથી જમીન માફિયાઓ દ્વારા દબાણ ઉભુ કરીને કબજા કરીને સુચિતના નામે રહેણાંક અને ઇન્ડસ્ટ્રીયલ પ્લોટો વેંચી નાખેલ છે. આવા જમીન માફિયાઓ દ્વારા કોઠારીયા ગામ પહેલા રોડ પર આવેલી સરકારી ખરાબાની જમીનો પર દબાણ ઉભુ કરીને ૧૦૦૦ વારના પ્લોટો પાડીને ડેલા બનાવી લેવામાં આવ્યા છે. હાલમાં મહાનગરપાલિકામાં ભળી ગયેલા વિસ્તારમાંં ગ્રામ પંચાયતની પાંચ-પાંચ વર્ષ જુની બોગસ વેરા પહોંચો બનાવીને આ દબાણને રેગ્યુલાઇઝ કરાવી લેવા આયોજનબધ્ધ રીતે કોૈભાંડ ચાલી રહયું છે.

હાલમાં કોઠારીયા ગામ પછી ખોખડદળ રોડ પર આવેલી સર્વે નં. ૩૫૨ ની સરકારી ખરાબાની જમીન કે જે જમીનમાં ખોખડદળ નદીના પાણીના વહેણનો માર્ગ છે. આ વહેણના માર્ગના ખાડામાં માટી નાખીને અુમક જમીન માફિયાઓ દ્વારા પુરાણ ભીરને બેલા વડે બાંધકાક કરીને ડેલા બનાવી લેવામાં આવ્યા છે.

આ જમીન માફિયા દ્વારા થયેલા દબાણના કારણે વરસાદની સીઝનમાં ખોખડદળ નદીના નીકળતા પાણીને નીકળવાનો વહેણનો માર્ગ બંધ થઇ જવાથી આ પાણી તારાજી સર્જી શકે છે. આ અંગે સરકારી કર્મચારીઓ બધી વિગતો જાણતા હોવા છતાં આ કોૈભાંડનો છાવરી રહયા છેે, આથી તાકિદે તપાસ કરી દબાણ દૂર કરવા માંગણી છે.(૧.૧૮)

(4:06 pm IST)