રાજકોટ
News of Saturday, 11th August 2018

ખોખળદડના પુલ ઉપર 'હીટ એન્ડ રન'માં ૬પ વર્ષના અજાણ્યા વૃધ્ધનું મોત

રાજકોટ, તા.૧૧: ખોખળદડના પુલ ઉપર 'હીટ એન્ડ રન'માં અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા વૃધ્ધને ઠોકર મારી તેનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ ખોખળદડના પુલ ઉપર સવારે એક ૬પ વર્ષના અજાણ્યો વૃધ્ધ રોડ ક્રોસ કરતો હતો ત્યારે કોઇ વાહનના ચાલકે તેને ઠોકર મારી નાશી ગયો હતો. અકસ્માત સર્જાતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને જાણ કરતા કોઠારીયા લોકેશનની ૧૦૮નાં ઇએમટી કીશનભાઇ અને પાઇલોટ રવિરાજસિંહ એ સ્થળ પર પહોંચી તપાસ કરતા વૃધ્ધનું મોત નીપજયુ હોવાનું જણાતા આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પીએસઆઇ પરમારે સ્થળ પર પહોંચી વૃધ્ધની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડાઇ હતી. આ વૃધ્ધે બ્લુ ચેકસવાળો શર્ટ અને કોફી પેન્ટ પહેરેલ છે.

જો કોઇ આ વૃધ્ધના સગા સંબંધી હોય તો આજીડેમ પોલીસ મથક ફોન નં.૭૪૩૩૮૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવો.(૨૩.૧૪)

(4:06 pm IST)