રાજકોટ
News of Saturday, 11th August 2018

મોગલ મારી મા... યુ ટયુબ ઉપર લોન્ચ થશે

ઉત્તર ગુજરાતના સુપ્રસિધ્ધ ગાયક જીજ્ઞેશ કવિરાજ અને રાજકોટના સીંગર દેવ ભટ્ટ સ્વરમાં: જીજ્ઞેશ કવિરાજે ૪૦૦ થી વધુ આલ્બમોમાં ગીતા ગાયા, યુ ટયુબ ઉપર સેંકડો વ્યુઅર્સઃ ૧૩વર્ષની વયે ગીત ગાયેલુઃ બન્ને કલાકારો ધુમ મચાવશે

રાજકોટઃ તા.૧૧, સૌરાષ્ટ્રના રાજકોટ અને ઉત્તર ગુજરાતના સુપ્રસિધ્ધ સિંગરો દ્વારા મોગલ મા... ગીત યુ ટયુબ ઉપર લોંચ કરી રહયા છે.

 ગુજરાતના વિખ્યાત ગાયક જીજ્ઞેશ કવિરાજ કે જેઓએ ૪૦૦ થી વધુ આલ્બમો બનાવી ચુકયા છે અને તેના લાખોની સંખ્યામાં યુ-ટયુબ ઉપર વ્યુઅર્સ છે તેઓએ જણાવેલ કે મે માત્ર ૧૩ વર્ષની વયે ગીત ગાયેલુ. ત્યાર બાદ મારી કેસેટ લોન્ચ થયેલી. તેઓને કિર્તીદાન ગઢવીએ પૂરતો સહયોગ આપેલો.

કાર્યક્રમો અને યુ-ટયુબના માધ્યમથી લોકોના દિલમાં વસેલા પ્રખ્યાત ગાયક, કલાકાર જીજ્ઞેશ કવિરાજ અને દેવ ભટ્ટના સ્વરમાં મા ભગવતી આઇ મોગલની ખુબ જ સુંદર રચના '' મોગલ મારી મા''  ૨૧મીના રીલીઝ થશે.

 સૌરાષ્ટ્રના નામાંકીત ગાયક દેવ ભટ્ટ (મો.૭૪૦૫૪ ૦૨૩૪૪) દ્વારા આ ગીત બનાવવામાં આવ્યું છે અને  જેમાં જીજ્ઞેશ કવીરાજ અને દેવ ભટ્ટ પ્રથમ વખત સાથે જોવા મળશે.

 જીજ્ઞેશ કવિરાજ દ્વારા આ અલગ રચનાનું ગીત ગાવામાં આવ્યું છે. જે લોકોને ખુબ જ ગમશે. એવી અપેક્ષા છે આ જબરદસ્ત ગીતનું સંગીત જાણીતા સંગીતકાર મેહુલ ત્રિવેદી દ્વારા આપવામાં આવ્યું છે. વાસવી વિપુલ વોરા દ્વારા જયારે રીધમ બબુ ઉસ્તાદ અને કાલુ ઉસ્તાદ દ્વારા વગાડવામાં આવ્યું છે. જે ગીતના શબ્દ અમીત વ્યાસ દ્વારા લખવામાં આવ્યા છે.

 આ ગીત ''દેવ ભટ્ટ ઓફિસીયલ''ની ચેનલ પર રીલીઝ કરવામાં આવશે.(૪૦.૧૫)

(4:04 pm IST)