રાજકોટ
News of Saturday, 11th August 2018

સોમવારે કોર્પોરેશનનું જનરલ બોર્ડ : નવા - જુનીના એંધાણ

ભાજપના ૧૦ અને કોંગ્રેસના ૧૩ કોર્પોરેટરોએ ૪૪ પ્રશ્નો રજૂ કર્યા : સફાઇ-ડ્રેનેજ, વૃક્ષારોપણ આવાસ યોજના, બગીચા વગેરે પ્રશ્નોની ચર્ચા થશે

રાજકોટ તા.૧૧: આગામી તા. ૧૩ ઓગષ્ટના સોમવારે નવનિયુકત મેયર બીનાબેન આચાર્યનું સોૈ-પ્રથમ સતાવાર જનરલ બોર્ડ મળનાર છે. જેમાં ભાજપ-કોંગ્રેસનાં કુલ ૨૩ કોર્પોરેટરો દ્વારા, સફાઇ, બાગ-બગીચા, પાણી, આવાસ યોજના સહિતની બાબતોનાં ૪૪ પ્રશ્નો રજૂ કર્યા છે.

જેમાં ભાજપના અનિતાબેન ગોસ્વામીએ-ફુડ શાખા, કોંગ્રેસના ઘનશ્યામસિંહ એ. જાડેજા -બાંધકામ શાખા, ભાજપના ડો. દર્શિતાબેન શાહે -ટેક્ષ શાખા, ઘનશ્યામસિંહ એન. જાડેજા ટેક્ષ શાખા, સાંસ્કૃતિક, એસ્ટેટ તથા ભાજપના મનીષભાઇ રાડીયા- ટ્રાફીક એન્ડ ટ્રાન્સપોર્ટ-૦૧ કોંગ્રેસના વશરામભાઇ સાગઠીયા-વો.વ./ડ્રેનેજ, બાંધકામ,/આવાસ (હાઉસીંગ)-૦૩ મનસુખભાઇ કાલરીયાએ સફાઇ-ગાર્ડન, બાંધકામ, ભાજપના બાબુભાઇ આહીરે માર્કેટ-એસ્ટેટ,એસ્ટેટ, ભાજપના અંજનાબેન મોરજરીયા-આવાસ યોજના, કોંગ્રેસના જાગૃતિબેન ડાંગર -એસ્ટેટ/ટી.પી. આઇ.સી.ડી.એસ., ગાર્ડન તથા ઉર્વશીબા કે. જાડેજાએ ડ્રેનેજ/ પ્રોજેકટ/ બાંધકામ, ટેક્ષ, પ્રોજેકટ, ભાજપના રૂપાબેન શીલુ એ જગ્યા રોકાણ, ભાજપના આશિષભાઇ વાગડિયા એ ટી.પી. વિભાગનો કોંગ્રેસના સંજયભાઇ અજુડીયાએ ડ્રેનેજ/ વો.વ./બાંધકામ/ રોશની ટી.પી., ભાજપના દેવુબેન જાદવે-શોપ શાખાનો, ભાજપના મુકેશભાઇ રાદડીયાએ હાઉસીંગ/ આવાસ (હાઉસીંગ)-૦૧ તથા ભાજપનાં અશ્વિનભાઇ ભોરણીયા -ડ્રેનેજ-૦૧, કોંગ્રેસના સીમ્મીબેન જાદવે મહેકમ-સફાઇ, જગ્યા રોકાણનો તથા રેખાબેન ગજેરાએ- આવાસ (હાઉસીંગ), ટી.પી., ટ્રાફીક એન્ડ ટ્રાન્સપોર્ટ, કોંગ્રેસના દિલીપભાઇ આસવાણીએ-મહેકમ / ટી.પી., કોંગ્રેસના અતુલભાઇ રાજાણીએ- સફાળ અને ટી.પી. વિભાગ, ગીતાબેન પુરબીયાએ સફાઇ અને જયાબેન ટાંક- એસ્ટેટ/સુરક્ષા / વિજીલન્સ, ગાર્ડન વગેરે પ્રશ્નો રજૂ થયા છે.

૧૧ દરખાસ્તો અંગે નિર્ણય

મ્યુનિ. કોર્પોરેશનનું જનરલ બોર્ડ તા. ૧૩ના બપોરે ૧૧ કલાકે સેન્ટ્રલ ઝોન કચેરીના બીજા માળે આવેલ રમેશભાઇ છાયા સભાગૃહમાં મળનાર છે. આ બોર્ડમાં મહિલા સ્વિમીંગ પુલનું 'જીજાબાઇ મહિલા સ્નાનાગાર' નામકરણ, કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાએ હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને કલીયરન્સ સમિતિના સભ્યપદેથી રાજીનામુ આપતા નવા સભ્યની નિમણુંક કરવા સહિતની ૧૧ દરખાસ્તો અંગે નિર્ણય કરવામાં આવશે.(૨૧.૨૪)

(4:01 pm IST)