રાજકોટ
News of Saturday, 11th August 2018

મિલ્કત વેરો ભરવામાં ન્યુ રાજકોટવાસીઓ મોખરે

૨.૨૦ લાખ કરદાતાઓએ રૂ.૧૧૩ કરોડ તંત્રની તીજોરીમાં ઠાલવ્યાઃ ૨૭૫ કરોડનો લક્ષ્યાંકઃ વેસ્ટ ઝોન વિસ્તારનાં ૯૬,૮૬૧ કરદાતાઓ દ્વારા રૂ.૫૦,૬૨,૯૨,૩૦૪ આવક થવા પામીઃ સોૈથી ઓછી આવક ઇસ્ટ ઝોનમાં: રૂ. ૨૩.૨૯ કરોડઃ ૧૮ વોર્ડમાંથી સોૈથી વધુ વોર્ડનં. ૭માં ૨૫,૧૯૫ કરદાતાઓએ રૂ. ૧૬,૩૭,૦૨,૮૨૭ વેરો ભર્યોઃ વોર્ડનં. ૭ માટે ખાસ યોજાયેલ ''વેરા અદાલત''માં ૧૫૦ થી વધુુ વાંધા અરજીઓનો નિકાલ

રાજકોટઃ શહેરનાં સોૈથી મોટા એવા વોર્ડ નં. ૭માં કાર્પેટ વેરા સામે હજારોની સંખ્યામાં વાંધા અરજીઓ આવતાં આજે શનિવારે રજાના દિવસે સેન્ટ્રલ ઝોન કચેરીમાં મિલ્કત વેરાની વાંધા અરજીનાં નિકાલ માટે ખાસ લોક અદાલત યોજાઇ હતી. જેમાં કુલ ૧૫૦ જેટલી વાંધા અરજીઓનો સ્થળ પરજ નિકાલ થયો હતો. આ અદાલતને સફળ બનાવવામાં આસી. કમિશનર શ્રી કગથરા, શ્રી ધડુક, વાસંતીબેન પ્રજાપતિ તથા ટેકસ ઓફિસરો શ્રી ખીમસુરિયા, ગામેતી, વત્સલ પટેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી. તસ્વીરમાં વેરા અદાલતમાં ઉમટી પડેલા અરજદારો દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા.૧૧: મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખાને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯નાં રૂ.૨૭૫ કરોડનાં લક્ષ્યાંક સામે આજ દિન સુધીમાં ૨.૨૦લાખ કરદાતાઓએ રૂ.૧૧૩ કરોડ તંત્રની તીજોરીમાં ઠાલવ્યા છે.ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વેરા ની આવકમાં રૂ. ૨૬ કરોડનો ઘટાડો જોવા મળ્યો છે. ત્રણેય ઝોનમાંથી સૌથી વધુ આવક રૂ.૫૦ કરોડ વેસ્ટ ઝોનનાં વિસ્તાર માંથી થવા પામી છે.જયારે ઇસ્ટ ઝોનનાં વિસ્તારોમાં ૨૩ કરોડ મિલ્કત વેરા પેટે જમા થયા છે. લક્ષ્યાંક પુર્ણ થશે કે કેમ ? તે તો સમય બતાવશે.

આ અંગે કોર્પોરેશનની વેરા શાખા માંથી પ્રાપ્ત થયેલ  વિગતો મુજબ ઝોન વાઇઝ  માહિતી આ મુજબ છે.

વેસ્ટઝોનમાં ૫૦ કરોડની આવક

ન્યુ રાજકોટનાં કુલ ૮ વોર્ડનાં ૯૬,૮૬૧ કરદાતાઓએ રૂ.૫૦,૬૨,૯૨,૩૦૪  તંત્રની તીજોરીમાં જમાં કર્યા છે. વોર્ડ નં.૧માંં ૧૧,૬૦૬ લોકએ રૂ. ૫,૨૦,૬૨,૯૧૪ , વોર્ડ નં.૮ નાં ૧૬,૬૪૮ રૂ. ૧૦,૦૬,૭૧,૦૬, વોર્ડ નં૯માં ૨૦,૨૬૨ના રૂ. ૮૮,૬૨,૨૮૨૨, વોર્ડ નં.૧૦માં ૧૯,૬૬૪એ રૂ.૧૧,૫૦,૨૦,૯૯૧, વોર્ડ નં.૧૧નાં ૧૭,૧૨૮એ ૯,૨૫,૨૪,૨૫૦, વોર્ડ નં.૧૨માં ૧૧,૫૪૩એ રૂ.૫,૭૨,૭૯,૦૯૫     સહિત કુલ રૂ.૫૦,૬૨ કરોડ વેરા આવક થવા પામી છે.

જુના રાજકોટમાં ૭૮ હજાર કરદાતાઓએ વેરો ભર્યો

સેન્ટ્રલ ઝોનનાં ૭૮,૭૧૭ કરદાતાઓએ રૂ.૩૯.૮૭ કરોડ ંત્રની તીજોરમાં જમાં કરાવ્યા છે. વોર્ડ નં. ર માં ૧૨,૬૧૭ કરદાતાઓએ રૂ. ૫,૭૩,૮૫,૫૮૭ , વોર્ડ નં. ૩ માં ૭,૭૭૧ એ રૂ. ૨,૪૪,૬૧,૩૨૬રોડ, વોર્ડ નં. ૭ માં ૨૫,૧૯૫ એ રૂ. ૧૬,૩૭,૦૨,૮૨૭  , વોર્ડ નં. ૧૩ માં ૧૦,૬૭૦ એ રૂ. ૫,૨૮,૦૯,૩૦૪ ,  વોર્ડ નં. ૧૪ માં ૧૦,૮૦૧એ રૂ. ૪,૪૬,૨૦,૯૩૪ તથા વોર્ડ નં. ૧૭માં ૧૧,૦૧૦એ રૂ. ૪,૪૯,૮૨,૩૯૦ તથા અન્ય સહિત કુલ રૂ.૩૯,૮૭,૦૯,૫૯૨ કરોડ આવક થવા પામી છે.

સામાકાંઠે સૌથી ઓછી  આવકઃ ૨૩.૨૯ કરોડ

શહેરના ઈસ્ટ ઝોનના ૬ વોર્ડના ૪૪,૪૯૮ કરદાતાઓએ ૨૩.૨૯ કરોડ તંત્રની તિજોરીમાં ઠાલવ્યા છે. જેમાં વોર્ડ નં. ૪ માં ૭,૫૨૭એ રૂ. ૪,૨૩,૭૨,૫૬૨ , વોર્ડ નં. પ માં ૮,૧૫૫ એ રૂ. ૩,૬૭,૨૨,૮૧૬ , વોર્ડ નં. ૬માં ૭,૧૮૯એ રૂ. ૩,૫૧,૯૭,૯૯૪, વોર્ડ નં. ૧પ માં ૩,૮૫૨એ રૂ. ૨,૮૮,૬૭,૮૭૭, વોર્ડ નં. ૧૬માં ૮,૭૧૯ના રૂ. ૩,૦૬,૯૧,૪૮૮તથા વોર્ડ નં. ૧૮ માં ૮,૯૫૪એે રૂ. ૫,૮૪,૦૦,૨૫૯ સહિત કુલ રૂ.૨૩,૨૯,૯૬,૮૩૩નો વેરો ભર્યો છે. (૧.૨૦)

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૨૬ કરોડનું ગાબડુઃ કરદાતા વધ્યા

રાજકોટઃ મ્યુનિ.કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરાશાખામાં ૧ એપ્રિલ થી ૧૦ ઓગષ્ટ ૨૦૧૭ સુધીમાં કુલ ૧,૮૬,૬૧૮ કરદાતાઓ દ્વારા રૂ. ૧૩૯,૩૬,૨૪,૦૨૬ મિલ્કત વેરાની આવક થવા પામી હતી. આ વર્ષે ૨૦૧૮માં ર,૨૦,૦૭૬ કરદાતાઓ દ્વારા રૂ. ૧૧૩,૭૯,૯૮,૭૨૯ આવક થવા પામી છે. અત્રે નોંધનીય છે કે, શહેરમાં ૧ એપ્રિલથી કાર્પેટ એરીયા મુજબ વેરા આકારણી પધ્ધતિ લાગુ થઇ છે. ત્યારે રહેણાંક વિસ્તારમાં મિલ્કત વેરો ઘટયો છે. ગત વર્ષની સરખામણી એ આ વર્ષે ૩૪ હજાર કરદાતા વધ્યા હતા  આમ છતાં વેરાની આવકમાં રૂ. ૨૬ કરોડનો ઘટાડો થયો છે. (૧.૨૦)

ચાર માસમાં ૧.૧૦ લાખ નવી મિલ્કતોનો તોતિંગ વધારો

રાજકોટ તા.૧૦: શહેરમાં તા. ૧ એપ્રિલથી કાર્પેટ એરીયા મુજબ વેરો આકારણી પધ્ધતિ લાગુ કરવામાં આવી છે. દરમિયાન કાર્પેટ સર્વે મુજબ મ્યુનિ.કોર્પોરેશનના વેરાશાખાના ચોપડે ૧ એપ્રિલથી ૧૦ ઓગષ્ટ સુધીમાં ૧,૧૦,૧૯૭ નવી મિલ્કતો નોંધાઇ છે.

ત્રણેય ઝોન મુજબ આંકડા તરફ નજર કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં ૪૩,૪૨૧ નવી મિલ્કત નોંધાઇ છે. જેમાં વોર્ડનં. ૩માં સોૈથી વધુ ૧૨,૯૫૧ મિલ્કત ચોપડે ચડી છે. જયારે વેસ્ટ ઝોનમાં ૩૧,૨૦૬ નવીમિલ્કત નોંધાઇ છે. જેમાં વોર્ડનં. ૧માં ૮૬૮૦, વોર્ડનં. ૧૨માં ૭૬૪૬ નવી મિલ્કત નોંધાઇ છે. આ ઉપરાંત ઇસ્ટ ઝોન ૩૫,૫૭૦ નવી મિલ્કત તંત્રના ચોપડે ચડી છે. જેમાં વોર્ડનં. ૪માં ૧૧,૨૯૮ તથા વોર્ડ નં. ૧૫મં ૭૩૮૫ નવી મિલ્કત નોંધાઇ હોવાનું તંત્રના સતાવાર સુત્રોેએ જણાવ્યું હતું. (૧.૨૦)

(4:03 pm IST)