રાજકોટ
News of Friday, 10th August 2018

ગુજરાતી અસ્મિતા અને સંસ્કૃતિને ઉજાગર કરતો સપ્તરંગી 'ગુજરાતી જલ્સો' અમદાવાદના આંગણે

રાજકોટઃ ગુજરાતી અસ્મિતા અને સંસ્કૃતિને ઉજાગર કરતો વિવિધ કળાઓને એક છત્ર નીચે પ્રસ્તૃત કરતો સપ્તરંગી ઉત્સવ 'ગુજરાતી જલસો' અમદાવાદના આંગણે આયોજીત થયો છે.

'ગુજરાતી જલસો' એ બોલિવુડના જાણીતા સિંગર પાર્થિવ ગોહિલનું વિચારબીજ છે. પાર્થિવ ગોહિલે ગુજરાતી જલસો અમદાવાદમાં પહેલીવાર યોજાવા જઇ રહયા છે. મુંબઇ અને અમેરિકામાં અદ્દભુત સફળતા બાદ આ કાર્યક્રમ અમદાવાદને આંગણે કરવાનો વિચાર અમલમાં મુકાયો છે.

જાણીતા લોકસાહિત્યકાર અને ઇન્ટરનેશનલ હાસ્યકલાકાર સાંઇરામ દવે એક નવા અંદાજમાં લોકોને જોવા મળશે... તો ભુમિ ત્રિવેદી, માનસી પારેખ ગોહિલ, ભૂમિ ત્રિવેદી જહાન્વી શ્રીમાંકર, હિમાલી વ્યાસ નાયક સોૈને પોતાની ગાયકીના જાદુથી અભિભુત કરશે.જાણીતા આર જે ધ્વનિત પણ અમદાવાદની ભૂમિ પર આવેલા ગુજરાતી જલસોમાં જોડાશે. આ ઉપરાંત ઉત્કર્ષ મજમુદાર, ચિરાગ વોરા અને અર્ચન ત્રિવેદી મનન દેસાઇ પણ પોત-પોતાની પ્રતિભાના જોરે જલસો કરાવશે... સાથે જ પાર્થિવ ગોહિલ પોતે પણ ગુજરાતી જલસોમાં જમાવટ કરશે.

અગાઉ કલાના વિવિધ ક્ષેત્રના દોઢસોથી વધુ દિગ્ગજો ગુજરાતી જલસોના મંચ પર આવ્યા છે. કૈલાસ ખેર, શાન, ઉષા મંગેશકર, ફાલ્ગુની પાઠક, પંકજ ઉધાસ, સલીમ-સુલેમાન, સચિન-જિગર, રૂપકુમાર રાઠોડ, આલાપ દેસાઇ, કવિતા કૃષ્ણમુર્તિ દેશપાંડે, માનસી પારેખ ગોહિલ, ભૂમિ ત્રિવેદી, સોફી ચોૈધરી, પ્રિયા સરૈયા, ધનશ્રી પંડિત, ભીખુદાન ગઢવી, અભેસિંહ રાઠોડ, ઓસમાણ મીર, કીર્તિદાન ગઢવી, સાંઇરામ દવે, શાહબુદ્દીન રાઠોડ, જીતુભાઇ દ્વારકાવાળા, દર્શન જરીવાલા, કેતકી દવે, મનોજ જોશી, સરિતા જોશી, સનત વ્યાસ, દીપક ઘીવાલા, ઉત્કર્ષ મજમુદાર, ચિરાગ વોરા, પ્રતિક ગાંધી, મુકેશ જોશી, શેખર સેન, પારસનાથ, દીલીપ રાવલ, ધર્મેન્દ્ર ગોહિલ, તુષાર શુકલ, ખલીલ ધનતેજવી, મુકેશ જોશી, હેમેન શાહ, ઉદયન ઠક્કર, રઇશ મનિયાર, ડો. તુષાર શાહ વગેરે ગુજરાતી જલસોમાં પફોર્મ કરી ચુકયા છે.

ઓનલાઇન પણ ગુજરાતી જલસોની જમાવટ છે. દોઢ કરોડથી વધારે વ્યુઝ ગુજરાતી જલસોના થઇ ગયા છે.

એક લાખથી વધારે સબસ્ક્રાઇબર ઓનલાઇન જલસોના અપડ્ેટસ રેગ્યુલર મેળવે છે.

(4:06 pm IST)