રાજકોટ
News of Friday, 10th August 2018

વિરાણી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓએ ઉત્સવી માહોલમાં કરી ગુરૂવંદના

રાજકોટ : ગુરૂ અને શિષ્યની પરંપરાને સાચા અર્થમાં ચરીતાર્થ કરતો 'ગુરૂવંદના' નો એક કાર્યક્રમ શ્રી શામજી વેલજી વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયના વિદ્યાર્થીઓના બનેલા વિરાણી રી-યુનિયન દ્વારા ધ પંચવટી હોટલ ખાતે યોજાયો હતો. વર્ષ ૧૯૯૪ થી ૨૦૦૩ ના સમયના આચાર્ય એવા મનસુખભાઇ મહેતા, જયંતભાઇ માંકડ તેમજ હાલના આચાર્યશ્રી હરેન્દ્રસિંહ ડોડીયા તેમજ તેમની સાથેના અંદાજીત ૬૦ જેટલા પ્રાથમિક અને હાયર સેકન્ડરી તથા ટેકનીકલ સ્ટ્રીમના શિક્ષકોની ઉપસ્થિતીમાં ૧૫૦ વિદ્યાર્થીઓના સહીયારા પુરૂષાર્થથી આ કાર્યક્રમને દીપાવવામાં આવ્યો હતો. સૌપ્રથમ આચાર્યશ્રીના હસ્તે દીપપ્રાગટય બાદ પ્રાર્થના અને રાષ્ટ્રગીતનું ગાન કરી બાદમાં અવસાન પામેલ જે તે સમયના શિક્ષકોને યાદ કરી મૌન પાડવામાં આવેલ. બાદમાં ઉપસ્થિત આચાર્યશ્રીઓ અને શિક્ષકોનું વિદ્યાર્થીઓ દ્વારા શાલ, મોમેન્ટો આપી ગુરૂપૂજન કરી સન્માન કરાયુ હતુ. સમગ્ર આયોજનને સફળ બનાવવા કમીટીના ડો. હર્ષદ પીપળીયા, પ્રો. વિરલ દેસાણી, હાર્દીક સિયાણી, ભીંડે અમર, સોહીલ લીંબાસીયા, રાહુલ જાદવ, કેતન ભટ્ટી, ધર્મેશ મહેતા, સંદીપ પાટડીયા, ભાવેશ મોદીના માર્ગદર્શન હેઠળ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(4:05 pm IST)