રાજકોટ
News of Friday, 10th August 2018

રાજકોટ શહેર લોહાણા કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ સંપન્ન

રાજકોટ : શહેર લોહાણા કર્મચારી મંડળ દ્વારા મંડળના સભ્યોના બાળકો માટેનો સરસ્વતી સન્માન સમારોહ, લોહાણા કેસરીયાવાડી, કાલાવડ રોડ ખાતે સંપન્ન થયો. કાર્યક્રમમાં કુલ ૧૫૮ બાળકોને સર્ટીફીકેટ, શિલ્ડ, ગોલ્ડમેડલ, સિલ્વર મેડલથી સન્માન કરવામાં આવ્યા.

ગીટાર વાદક બાળક જયમીશ જગદીશભાઈ કક્કડ દ્વારા ઈતની શકિત હમે દેના દાતાથી પ્રાર્થનાથી કરવામાં આવી. બાદ કુ. જીયા પરીમલભાઈ કોટેચા દ્વારા કથક નૃત્ય રજૂ થયેલ. રાજકોટ લોહાણા મહાજન કાર્યકારી પ્રમુખ કાશ્મીરાબેન નથવાણી દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે દિલીપભાઈ સોમૈયા, શાંતુભાઈ રૂપારેલીયા, નરેન્દ્રભાઈ નથવાણી, ગૌરાંગભાઈ ઠક્કર, વિરેન્દ્રભાઈ કોટેચા, શિલ્પાબેન પૂજારા, રત્નાબેન સેજપાલ, દક્ષાબેન ભગદેવ, મંજુલાબેન તન્ના, પારસબેન ચોટાઈ, હરીશભાઈ ચંદારાણા, પરેશભાઈ દાવડા, વિશાલભાઈ ચંદારાણા, રમેશભાઈ પાંઉ વગેરે હાજર રહેલ. મહેમાનોનું સ્વાગત મંડળના પ્રમુખ રંજનબેન પોપટે કરેલ. મંડળના ખજાનચી શૈલેષભાઈ સોનછત્રા કે જેઓ પીજીવીસીએલમાંથી નિવૃત થતા સંસ્થા દ્વારા પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી સન્માન કર્યુ. સતત ૨૫ વર્ષથી શૈલેષભાઈએ મંડળના ખજાનચી તરીકે સેવા બજાવી. સંસ્થાનો પ્રાથમિક પરિચય તથા કાર્યક્રમનું સંચાલન મંડળના મંત્રી અજયભાઈ સંઘાણી દ્વારા કરવામાં આવ્યુ અને કાર્યક્રમની શરૂઆતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રથમ આવેલ અને બી. એ. વીથ ઈંગ્લીશમાં પ્રથમ રેન્ક મેળવેલ. કુ. ટ્વીંકલ હરીશભાઈ ચંદારાણાને સ્પેશિયલ શિલ્ડ આપી નવાજવામાં આવી હતી. વીણાબેન પાંધી, દક્ષાબેન વસાણી, વિનોદભાઈ પોપટ વગેરે હાજર રહેલ.

ધો.૧૨ સાયન્સ ગોલ્ડ મેડલ મજેઠીયા નિરાલી સુનિલભાઈ, ધો.૧૨ સાયન્સ સિલ્વર મેડલ - મજેઠીયા ધૈર્યા દિવ્યેશભાઈ, ધો. ૧૨ કોમર્સ - ગોલ્ડ મેડલ - દત્તાણી સચિન ભાવેશભાઈ, ધો. ૧૨ કોમર્સ સિલ્વર મેડલ - અઢીયા ખુશાલી રાજેશભાઈ, ધો. ૧૦ સિલ્વર મેડલ - કોટક માધવ ઉર્મીશભાઈ તથા ધો.૧૦ ગોલ્ડમેડલ મંડળના કાર્યાલય મંત્રી કેતનભાઈ કોટકની સુપુત્રી કુ. શિવાની કેતનભાઈ કોળુને એનાયત કરવામાં આવ્યા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષણ સમિતિના ડાયરેકટર કીરીટભાઈ કુંડલીયા, પ્રોજેકટ ચેરમેન ભરતભાઈ પાવાગઢી, શિક્ષણ સમિતિ સભ્યો પ્રફુલભાઈ અભાણી, શૈલેષભાઈ ચંદારાણા, કેતનભાઈ કોટક, મુકેશભાઈ કક્કડ, અશોકભાઈ દતાણી, મનીષભાઈ પલાણ તેમજ મંડળના સલાહકાર નવીનભાઈ ઠક્કર, મનીષભાઈ સોનપાલ, રંજનબેન પોપટ, કૌશિકભાઈ કુંડલીયા, અજયભાઈ સંઘાણી, અલ્પેશભાઈ મીરાણી, ભુપેન્દ્રભાઈ કોટક, ભાવનાબેન શીંગાળા, દિલીપભાઈ સુચક, સુનિલભાઈ શીંગાળા, હરેશભાઈ પૂજારા, મેહુલભાઈ કોટક, રમેશભાઈ ગઢીયા, મનસુખભાઈ કોટેચા, પ્રકાશભાઈ સુચક, પિયુષભાઈ જોબનપુત્રાએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ છે. મંડળ તરફથી તમામ ૧૫૮ બાળકોને મગ ગીફટ તરીકે આપવામાં આવેલ. તેમજ સ્વ.નાનાલાલ કેશવજી કોટક તરફથી સર્ટી. મધુકાંતાબેન ગોપાલજીભાઈ રાચ્છ પરીવાર તરફથી બોલપેન, સુધાબેન શૈલેષભાઈ સોનછત્રા તરફથી બિસ્કીટ, એમ. ડી. ભોજાણી તરફથી નાસ્તો તથા શાંતુભાઈ રૂપારેલીયા તરફથી અલ્પાહાર અને મહાજન પ્રમુખ તરફથી તમામ ધોરણના બાળકોને સ્પે. ઈનામ સ્વરૂપે આપવામાં આવેલ હતો.(૩૭.૮)

(3:59 pm IST)