રાજકોટ
News of Friday, 10th August 2018

૬૯મા વન મહોત્સવ અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં વૃક્ષારોપણ કરાયું

મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, શાસક પક્ષના નેતા, ડીન અને તબિબી અધિક્ષક તથા તબિબોની ઉપસ્થિતી

૬૯મા વન મહોત્સવ અંતર્ગત આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ઇમર્જન્સી વિભાગની સામેના ભાગે આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં મેયર શ્રીમતિ બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડીન ડો. યોગેશાનંદ ગોસ્વામી, તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા, સિવિલ હોસ્પિટલના કાઉન્સીલર જયંત ઠાકર તથા તબિબો, નર્સિંગ સ્ટાફે હાજર રહી વૃક્ષારોપણ કર્યુ હતું. ઉદય કાનગડે ટકોર કરી હતી કે આજે વૃક્ષારોપણ થઇ ગયું એટલે વાત પુરી થઇ ગઇ નથી, આ વૃક્ષોને ઉછેર થાય તે ખુબ જરૂરી છે.   પોતે ગમે ત્યારે ચેકીંગ કરવા આવશે તેમ પણ જણાવ્યું હતું. વૃક્ષારોપણ વેળાની તસ્વીર જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા) (૧૪.૧૦)

(3:58 pm IST)