રાજકોટ
News of Friday, 10th August 2018

શ્રાવણ માસના દરેક સોમવારનું શાસ્ત્રોકત મહત્વ

શ્રાવણ માસના દરેક સોમવારે શિવલીંગ ઉપર કોઈ વિશેષ વસ્તુ  અર્પણ કરવામાં આવે છે. જેને શિવામુઠ્ઠી કહે છે. (૧) પહેલા સોમવારે કાચા ચોખાની એક મુઠ્ઠી (૨) બીજા સોમવારે સફેદ તલની એક મુઠ્ઠી (૩) ત્રીજા સોમવારે આખા મગની એક મુઠ્ઠી (૪) ચોથા સોમવારે કોઈપણ એક મુઠ્ઠી અને (૫) જયારે શ્રાવણ માસમાં પાંચ સોમવાર હોય ત્યારે પાંચમાં સોમવારે સતુઆ ચઢાવાય છે અને જો પાંચ સોમવાર ન હોય તો બે મુઠ્ઠી ભોગ અર્પણ કરવો.

માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં શિવની પૂજા કરવાથી બધા કષ્ટો દૂર થાય છે. મહાદેવ શિવ સર્વ સમર્થ છે. તેઓ મનુષ્યના બધા પાપોનો નાશ કરી મુકિત અપાવે છે. મહાદેવની પૂજાથી ગ્રહોની બાધા પણ દૂર થાય છે.

જયોતિષ વિશ્લેષણ

(૧) સૂર્યથી સંબંધિત વિઘ્ન હોય તો વિધિવત કે પંચોપચાર બાદ લાલ આંકડાના પાન તથા પત્તાથી શિવજીની પૂજા કરવી જોઈએ. (૨) ચંદ્રમાંથી પરેશાન છો, તો દરેક સોમવારે શિવલીંગ ઉપર ગાયનંુ દૂધ અર્પણ કરવું. સાથે સોમવારનું વ્રત પણ કરવું. (૩) મંગળ સંબંધિત વિઘ્ન હોય તો નિવારણ માટે ગિલોયની જડ્ડી - બુટ્ટીના રસથી શિવલીંગનો અભિષેક કરવો. (૪) બુધ સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે વિધારાના રસથી શિવ અભિષેક કરવો. (૫) બૃહસ્પતિ સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે દરેક બૃહસ્પતિવારે હળદરવાળું દૂધ શિવલીંગ ઉપર અર્પણ કરવું. (૬) શુક્ર ગ્રહને અનુ કૂળ બનાવવા માટે પંચામૃત તથા ધૃતથી શિવલીંગનો અભિષેક કરવો. (૭) શનિથી સંબંધિત વિઘ્નો નિવારણ માટે શેરડીનો રસ તથા છાશથી શિવલીંગનો અભિષેક કરવો. (૮-૯) રાહુ તથા કેતુથી મુકિત માટે કુશ અને દુર્વાને પાણીમાં ભેળવી અભિષેક કરવો.

શાસ્ત્રોમાં મનોરથ પૂર્તિ કે સંકટ મુકિત માટે અલગ - અલગ ધારાથી શિવ અભિષેક કરવો.

આ લોકોએ પણ શિવમંત્રોનો ઉચ્ચારણ કરવો

(૧) વંશ વૃદ્ધિ માટે શિવલીંગ ઉપર સહસ્ત્રનામ બોલી ઘીની ધારા અર્પિત કરવી. (૨) શિવ પર જલધારાના અભિષેક મનની શાંતિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. (૩) ભૌતિક સુખ પામવા માટે ઈત્રની ધારાથી અભિષેક કરવો. (૪) બિમારીઓથી છૂટકારા માટે મધની ધારાથી શિવપૂજા કરવી. (૫) શેરડીના રસની ધારા કરવાથી દરેક સુખ અને આનંદ મળે છે. (૬) બધી ધારાથી સૌથી શ્રેષ્ઠ ધારા છે ગંગાજલની. શિવને ગંગાધર પણ કહેવાય છે. શિવને ગંગાની ધારા વધુ પ્રિય છે. ગંગાજળથી શિવ અભિષેક કરવાથી પુરૂષાર્થની પ્રાપ્તિ થાય છે. આ અભિષેક કરતી વખતે મહા મૃત્યુંજયનો મંત્ર જરૂર બોલવો.

કાર્યની સિદ્ધિ માટે

(૧) દરેક ઈચ્છાની પૂર્તિ માટે અલગ શિવલીંગ, પાર્થિવ શિવલીંગ, દરેક કાર્યની સિદ્ધિ માટે (૨) ગોળના શિવલીંગ પ્રેમ પામવા માટે (૩) ભસ્મથી બનાવેલ શિવલીંગ સર્વસુખ પ્રાપ્તિ માટે. (૪) જઉં, ચોખા તથા લોટના શિવલીંગ દામ્પત્યના સુખ, સંતાન પ્રાપ્તિ માટે. (૫) દહીંથી બનાવેલ શિવલીંગ ઐશ્વર્ય પ્રાપ્તિ માટે. (૬) પિતળ કે કાંસીના શિવલીંગ મોક્ષ પ્રાપ્તિ માટે (૭) શીશા વગેરેના શિવલીંગ શત્રુસંહાર માટે (૮) પારાના શિવલીંગ અર્થ, કર્મ, કામ, મોક્ષ પ્રાપ્તિ માટે

પૂજામાં આટલી વસ્તુઓનું ધ્યાન રાખવું

(૧) શ્રાવણ મહિનામાં શિવલીંગ જયાં સ્થાપિત હોય તેની પૂર્વ દિશા તરફ મોઢું કરી પૂજા કરવા બેસવી. (૨) શિવલીંગની દક્ષિણ દિશામાં બેસી પૂજા ન કરવી.

અભિષેકનું ફળ

(૧) દૂધના અભિષેકથી પરિવારમાં કલેશ, માનસિક પીડામાં રાહત મળે છે. (૨) ઘીના અભિષેકથી વંશવૃદ્ધિ થાય છે. (૩) ઈત્રના અભિષેકથી ભૌતિક સુખ પ્રાપ્તિ થાય છે. (૪) જલધારાના અભિષેકથી માનસિક શાંતિ મળે છે. (૫) મધના અભિષેકથી બિમારીઓનો પ્રકોપ નથી રહેતો. (૬) શેરડી રસની ધારા કરવાથી આર્થિક સમૃદ્ધિ તથા પરિવારમાં સુખદ માહોલ બની રહે છે. (૬) શેરડી રસની ધારા કરવાથી આર્થિક સમૃદ્ધિ તથા પરિવારમાં સુખદ માહોલ બની રહે છે (૭) ગંગાજળના અભિષેક કરતી વખતે મહામૃત્યુંજયના જાપ કરવાથી ફળથી પ્રાપ્તિ બમણી થઈ જાય છે. (૮) સરસવના તેલના અભિષેકથી શત્રુઓનો નાશ થાય છે. (૯) બિલીપત્ર ચઢાવવાથી જન્માંતરના પાપો તથા રોગોથી મુકિત મળે છે. (૧૦) કમળ પુષ્પ ચઢાવવાથી શાંતિ તથા ધનની પ્રાપ્તિ થાય છે. (૧૧) કુશા ચઢાવવાથી મુકિત પ્રાપ્તિ થાય છે. (૧૨) દુર્વા ચઢાવવાથી મુકિત પ્રાપ્ત થાય છે. (૧૩) ધતુરો અર્પિત કરવાથી પુત્રરત્નની પ્રાપ્તિ તથા પુત્રનું સુખ મળે છે. (૧૪) કનેરનું ફુલ ચઢાવવાથી પરીવારમાં કલેશ તથા રોગથી નિવૃતિ મળે છે (૧૫) શમી પત્ર ચઢાવવાથી પાપોનો નાશ તથા શત્રુનો નાશ તેમજ ભૂત - પ્રેત - બાધાઓથી મુકિત મળે છે.

સારા પતિની પ્રાપ્તિ માટે પ્રયોગ

જે તે છોકરીના જન્માક્ષર (કુંડળી)માં લગ્નસ્થાન દુશિત, મંગળ, શનિ, રાહુ, સૂર્ય, પાપ ગ્રહોથી અથવા દુશિત યોગોથી લગ્ન - સગાઈમાં વિલંબ હોય તેવી છોકરીઓએ શિવ આહાવના (અનુષ્ઠાન) શ્રાવણ માસમાં એકમથી શરૂ કરીને અમાસ સુધી ૩૦ દિવસનું અનુષ્ઠાન કરવું. શિવજીના સાનિધ્યમાં અથવા શિવ - પાર્વતીના ફોટા સમક્ષ આ મંત્રના રોજ જપ કરવા, ૧૦ માળા રોજ કરવી. 

''હૈ ગૌરી, શંકરાર્ધાંગી યથાત્વમ્ શંકર પ્રિયા ।

તથા મામ કુરૂ કલ્યાણી કાન્તકાન્તામ્ સુદુર્લભામ્ ।।

કોઈપણ જાતના કાર્ય, કર્મકાંડ, જન્મકુંડળી, જન્માક્ષર, પૂજા, વિધિ વગેરે કાર્ય કરવા માટે શાસ્ત્રી વિજયભાઈ વ્યાસ (જસદણવાળા) (મો. ૦૯૪૨૬૨ ૮૯૦૩૫)નો સંપર્ક કરવો.(૩૭.૪)

 

(4:01 pm IST)