રાજકોટ
News of Friday, 10th August 2018

સીવીલ હોસ્પીટલનું એકસરે-મશીન ૪ મહીનાથી બંધ છે : તાકીદે ચાલુ કરાવોઃ કલેકટરને રજુઆત

રાજકોટ તા ૧૦ : શહેરના જીવદયા પ્રેમી મુકેશ ભીમાણીએ કલેકટરને ફરીયાદ અરજી આપી ઉમેર્યુ હતું કે  નવી ઓ.પી.ડી. બિલ્ડીંગ રૂમ નં.૭ નું એકસરે મશીન ૪ મહિના થયા બંધ હાલતમાં પડેલ હોય અને જેના કારણે વિકલાંગોમાં પડતી મુશ્કેલીઓ અંગે રજુઆતો કરી હતી. આવેદન ફરીયાદમાં ઉમેર્યુ હતું કે સીવીલ હોસ્પીટલમાં હજારોની સંખ્યામાં ગરીબ દર્દીઓ તેમજ વિકલાંગ દર્દીઓ આવતા હોય છે. ત્યારે છેલ્લા ૪ મહીના થયા રૂમ નં.૭ ઓ.પી.ડી. હાડકાનો વિભાગ તેની સામે આવેલ એકસ-રે મશીન તે કોઇ ખામીના લીધે  બંધ પડેલ છે, અને અકસ્માતના દર્દીઓ હોય, ફેકચરવાળા દર્દીઓ હોય જે સીવીલ હોસ્પીટલની આશાએ આવતા હોય અને આવા દર્દીઓને તબીબો એકસ-રે પડાવવાનું કે ત્યારે ત્ન્યાંથીઇમરજન્સી સામે આવેલું જુના બિલ્ડીંગમાં ૨૧ નંબરમાં  જવું પડે છે, ઓર્થોપેડીક  વિભાગની સામેનું મશીન તાકીદે ચાલુ કરાવો તો વિકલાંગ અકસ્માતથી ઘવાયેલા  દર્દીઓને હેરાન થવું ન પડે, વધુમાં તાજેતરમાં રાજકોટ સીવીલ સુપ્રિન્ટેન્ડન્જ્ઞ મનીષ મહેતાએ ગરીબ દર્દીઓના હીત માટે તાજેતરમાં ખાસ નિર્ણય લઇ અને એકસ-રે  તથા સોનોગ્રાફી ફ્રી કરી રાજકોટ સીવીલ હોસ્પીટલનું નામ રોશન કરેલ છે તો ગરીબ લોકોને ધ્યાનમાં રાખીને રૂમ નં. ૭ નું એકસ-રે મશીન તાત્કાલીક ધોરણે ચાલુ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. (૩.૧૬)

(3:51 pm IST)