રાજકોટ
News of Friday, 10th August 2018

મોવડી ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના ર૩ બિલ્ડીંગ-કોમ્પલેક્ષમાંથી ઓટા-પતરાના દબાણો હટાવાયા

લીમડા ચોક પાસેના ધ ઇમ્પીરીયા હાઇટસના માર્જીન-પાર્કીગમાં ખડકાયેલ ઓટાનું દબાણ બિલ્ડર દ્વારા સ્વૈચ્છીક દુર કરાયું: નારાયણનગરમાં બંધ શેરીમાં થાંભલા દુર કરાયાઃ રેકડી-કેબીન સહીતના સામાન જપ્ત

રાજકોટ, તા., ૧૦:  શહેરનાં ગોંડલ ચોકડી થી મવડી ચોકડી સુધીનાં ૧૫૦ફુટ રીંગ રોડ વિસ્તારના શોપીંગ મોલ અને કોમર્શીયલ કોમ્પ્લેક્ષોના માર્જીન- પાર્કિંગમાંથી આજે સવારે ટાઉન પ્લાનીંગ વિભાગે ૨૩ સ્થળોએથી છાપરા-ઓટલા, કેબીનો સહીતના દબાણો દુર કરાવી જગ્યા ખુલ્લી કરાવવા જબ્બર દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરી હતી. નારાયણનગરમાં બંધ શેરીમાં લોંખડનાં પાઇપ હટાવાયા હતા. તેમજ લીમડા ચોક પાસેના ધ ઇમ્પીરીયા હાઇટસનાં માર્જીન-પર્કીગમાં ખડકાયેલ ઓટલાનુંદાબણ બિલ્ડરે સ્વેચ્છિક દુર કરી જગ્યા ખુલ્લી કરી છે.

આ અંગે કોર્પોરેશન કમિશ્ન૨ બંછાનિધિ ૫ાની સુચના અનુસા૨ તથા ટાઉન પ્લાનીંગ ઓફિસ૨એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ૨ાજકોટ શહે૨ના જાહે૨ માર્ગો ૫૨ વાહન ૫ાર્કિંગની સમસ્યાને અંતર્ગત  કમિશ્ન૨ દ્વા૨ા ૨જુ ક૨ાયેલ એકશન પ્લાન અંતર્ગત ૨ાજકોટ મહાનગ૨૫ાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વા૨ા આજે શહે૨ના વેસ્ટ ઝોન વિસ્તા૨ના વન ડે વન રોડ અંતર્ગત ૧પ૦ રીંગ રોડ પરના પાર્કીંગ તથા માર્જીનમાં થયેલ દબાણ-ગેરકાયદેસર દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે.

દબાણ હટાવ ઝુંબેશ

 મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં તા. ૦૯-૦૮-ર૦૧૮ના રોજ બપોર પછીની કામગીરી દરમિયાન રૈયા રોડ, ગાંધીગ્રામ, સાધુ વાસવાણી રોડ, પેલેસ રોડ અને યાજ્ઞિક રોડ વિગેરે સ્થળો પરથી સામાન જપ્ત કરાવામાં આવેલ હતો. ઉપરાંત જુદા જુદા આસામીઓ પાસેથી રૂા. ૪૭,૬રપ/- જેવો વહીવટી ચાર્જ પણ વસુલ કરવામાં આવેલ હતો. ઉપરોકત સ્થળો પરથી રેકડી આઠ, લોખંડ જારી ત્રણ, પલંગ ચાર, આઇસ વેન એક, કેબીન એક, લોખંડ કાઉન્ટર બે, ખુરશી બે, બેંચ એક, સગડો એક, ટ્રોલી એક કબજે લીધેલ છે.

આ કામગીરી એસ્ટેટ શાખાના આસી. મેનેજર બી.બી. જાડેજા અને ટીમ અને ડીવાયએસપી આર.બી. ઝાલા અને તેમની વિજિલન્સ ટીમ તથા ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

જેમાં ડિલકસ પાસે, ઓપોશાઇન બોર્ડ, પટેલ માર્કેટીંગ, ધરતી ટીવીએસ શોરૂમ, બિઝહબ બિલ્ડીંગ, નામદેવ સ્ટોર, અનમોલ રસ, પ્રમુખરાજ ટ્રાવેલ્સ, સ્ટાર મોટર્સ, પરમેશ્વર શોપ, સીરામીક પ્લાઝા, નામદાર શોપ, દેવ એન્ટરપ્રાઇઝ, સાગર કોલ્ડ્રીંકસ, પટેલ આર્ટ, શિવ મોબાઇલ, શિવ પ્લાસ્ટીક, પટેલ પાન, ગેલ કૃપા સેલ્સ એજન્સી, શિવ ઓટો પાર્ટસ, આદ્યશકિત, રોયલ હેર આર્ટ, અક્ષર સોફા સહિતના ર૩ સ્થળોએ ઓટઅ-છાપરાના દબાણો દુર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

આ ઉપરાંત સેન્ટ્રલ ઝોન ખાતે નારાયણ નગર શેરી નં. ર,૪,પ,૬,૮ના રહેવાસીઓ દ્વારા લોખંડના પાઇપથી બંધ કરવામાં આવેલ શેરીઓ ખુલ્લી કરાવેલ છે.

આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર એ.જે. પરસાણા, આર. એન. મકવાણા, આય.યુ. વસાવા તથા વી.વી.પટેલ તથા અન્ય વેસ્ટ ઝોન તથા સેન્ટ્રલ ઝોનનો તમામ ટી.પી. સ્ટાફ હાજર રહેલ.

આ ઉપરાંત સ્થળ પર દબાણ હટાવ શાખાના આસિ. મેનેજર કાથરોટીયા તથા તેમની સ્ટાફ તથા રોશની શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર તથા તેમનો સ્ટાફ હાજર રહેલ તથા આ કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારી ચુડાસમા તથા તેમનો તમામ સ્ટાફ તથા ટ્રાફિક શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.(૪.૧૨)

(3:41 pm IST)