રાજકોટ
News of Friday, 10th August 2018

રાજકોટમાં ઇન્સ્ટોલ થશે ૭૦૦૦ CCTV

દેશનું બનશે પહેલું શહેર જેમાં લાગશે આટલા હાઇ-રેન્જ CCTV કેમેરા

રાજકોટ તા.૧૦: રાજકોટ દેશનું પહેલું એવં શહેર બનવા જઇ રહયું છે જે આખેઆખું CCTV કેમેરાની નજર નીચે હોય. એને CCTV વેબ કહેવામાં આવે છે. આ વેબ ઊભી કરવા માટે રાજકોટમાં અંદાજે ૭૦૦૦ હાઇ-રેન્જ CCTV કેમેરા ફિટ કરવામાં આવશે જેનું ઓલરેડી કામ શરૂ થઇ ગયું છે અને છેલ્લા છ મહિનામાં ૨૦૦૦ જેટલા કેમેરા ફિટ પણ કરી દેવામાં આવ્યા છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કહયું હતું કે 'સ્માર્ટ સિટીના આ કાર્યક્રમનો અમલ દેશભરમાં સોૈપ્રથમ રાજકોટે કર્યો છે અને એક વર્ષમાં આખું સિટી કેમેરા નીચે આવી જશે જેને લીધે ક્રાઇમમાં ઓલમોસ્ટ પચાસથી સિત્તરે ટકા જેટલો ઘટાડો થશે તો મોલેસ્ટેશન જેવી ઘટનાઓ પણ બિલકુલ બંધ થઇ જશે.'

કેમેરાની વેબની ગોઠવણ એ પ્રકારે કરવામાં આવી છે જેમાં એક કેમેરાનું વિઝન સિત્તરે ટકા જેટલું ઓછું થાય કે એ જગ્યાએથી બીજા કેમેરાનું વિઝન શરૂ થઇ જાય. બીજી ખાસિયત એ પણ છે કે શહેરમાં લાગનારા તમામ કેમેરા નાઇટ વિઝન ધરાવે છે જેને લીધે રાતના સમયે પણ કોઇ ક્રાઇમ થાય તો એવા સમયે પણ કેમેરાના આધારે એ કેસની તપાસ થઇ શકે અને કેમેરાના વિઝયુઅલ્સનો ઉપયોગ પુરાવા તરીકે થઇ શકે.(૧.૪)

(11:38 am IST)