રાજકોટ
News of Saturday, 11th July 2020

આલે... લે. ચોમાસુ શરૂ થયા બાદ તંત્ર છે ક.. હવે ટ્રી-ગાર્ડ ખરિદ કરશે

મ્યુ.કોર્પોરેશન ૫ હજાર નંગ ટ્રી-ગાર્ડ ખરિદવા ટેન્ડરો બહાર પાડ્યાઃ મંજુર થશે અને ખરીદી થશે ત્યાં તો ચોમાસુ પુરૂ થઇ જશે

રાજકોટ,તા. ૧૧: શહેરને હરીયાળુ બનાવવા વધુ વૃક્ષો વાવવા નગર જનોને અપીલ કરવામાં શરૂ તંત્ર વાહકો ચોમાસુ શરૂ થયા બાદ હવે ટ્રી ખરીદવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશનનમાં ઘોડા છૂટ્યા બા તબેલાને તાળા જેવો તો ઘાટ સર્જાયો છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મ્યુ. કોર્પોરેશનના ગાર્ડન વિભાગન દ્વારા દર વર્ષે કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી શહેરીજનોને વિનામૂલ્યે ટ્રી-ગાર્ડ આપવામાં આવે છે. પરંતુ હાલમાંતંત્ર દ્વારા ચોમાસુ શરૂ થયા બાદ ટ્રી-ગાર્ડ ખરીદવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.

આ ટેન્ડરની વિગત મુજબ તંત્ર દ્વારા એક ટ્રી-ગાર્ડ ૧૧૦૦ લેખે એવા ૫ હજાર રૂા ૫૫ લાખના ખર્ચે ખરીદવા આવશે.

ટેન્ડર મંજુર થાય અને તંત્ર દ્વારા ટ્રી-ગાર્ડ ખરીદવામાં આવે ત્યાં તો ચોમાસુ અડધુ પુરૂ થઇ જશે.ત્યારે આ બાબત લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

(4:10 pm IST)