રાજકોટ
News of Saturday, 11th July 2020

એકેડેમીક સ્ટાફ કોલેજમાં ઓનલાઇન કોર્ષ કેમ શરૂ ન થયા? પ સભ્યોની તપાસ કમીટી બની

સીન્ડીકેટે ખર્ચના ખુલાસા માટે ડાયરેકટ કલાધર આર્યને તેડુ મોકલ્યું તો પણ ન ગયાઃ ભારે વિવાદ

રાજકોટ, તા., ૧૧: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એચઆરડીસી એકેડેમીક સ્ટાફ કોલેજ છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં સપડાઇ છે. લાખો રૂપીયાની ગ્રાંટ મેળવતી અને અધ્યાપકોને વધુ પ્રશિક્ષિત કરતી એકેડેમીક સ્ટાફ કોલેજના બેદરકારી બહાર આવતા અધ્યાપક આલમમાં ભારે રોષ ફેલાયો છે.

એકેડેમીક સ્ટાફ કોલેજ નિયમ સમયમાં નેક માટે મુલ્યાંકન કરાવવા એપ્લાઇ ન થઇ તેમજ ભારત સરકાર દ્વારા અધ્યાપકો માટે ઓનલાઇન રીફેશર કોર્ષ, ઓરેન્ટેશન કોર્ષ અને શોર્ટ ટર્મ કોર્ષ કરવાની યોજના હતી. જે માટે પણ એકેડેમીક સ્ટાફ કોલેજ દ્વારા એપ્લાઇ ન થતા લોકડાઉનની સ્થિતિમાં ઓનલાઇન કોર્ષ કરવાની સુવર્ણ તક જતી રહી.

રીફેશર કોર્ષ, ઓરીએશન કોર્ષ, તેમજ શોર્ટ ટર્મ કોર્ષ કરવા માટે ભારત સરકારને મોટી રકમનો ખર્ચ થતો હોય ત્યારે ઓનલાઇન કોર્ષની તક જતી રહેતા સીન્ડીકેટ ગંભીર નોંધ લીધી છે.

એકેડેમીક સ્ટાફ કોલેજમાં ઓનલાઇન કોર્ષ શરૂ થવાના પ્રકરણમાં પાંચ સીન્ડીકેટ સભ્યોની કમીટી રચાઇ છે. જેમાં ડો.ભાવીન કોઠારી, ધરમ કાંબલીયા, નેહલ શુકલ, ભરત રામાનુજ અને પ્રતાપસિંહ ચૌહાણ ઓનલાઇન કોર્ષ અંગે તપાસ કરશે.

દરમીયાન ગઇકાલે સીન્ડીકેટમાં એકેમ અગાઉ જાહેરાતના ખર્ચ બાબતે ખુલાસો પુછવામાં આવ્યો હતો. જે એકેડેમીક સ્ટાફ કોલેજના ડાયરેકટર શ્રી કલાધર આર્યની જવાબથી સંતોષ ન થતા ચાલુ સીન્ડીકેટે  ડો. કલાધર આર્યને તેડુ મોકલતા કલાધર આર્યએ હું બહાર છુ તેવો ઉતરવાળી દીધો હતો.

(3:39 pm IST)